અગ્રવાલની સતત બીજી ટેસ્ટમાં પણ સદી: ભારતના ત્રણ વિકેટે 273 રન

Indian News

Indian News

Author 2019-10-11 13:36:05

img

પુણે, તા.11 ઓકટોબર 2019, ગુરૂવાર

ઓપનર મયંક અગ્રવાલે સતત બીજી ટેસ્ટમાં સદી ફટકારતાં ભારતે સાઉથ આફ્રિકા સામેની શ્રેણીની બીજી ટેસ્ટમાં સંગીન પ્રારંભ સાથે પ્રથમ દિવસના અંતે ત્રણ વિકેટે ૨૭૩ રન ફટકાર્યા હતા. પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી નોંધાવનારા અગ્રવાલે કારકિર્દીની બીજી સદી સાથે ૧૦૮ રન ફટકાર્યા હતા. કેપ્ટન કોહલીએ નોટઆઉટ ૬૩ રન તેમજ ચેતેશ્વર પુજારાએ ૫૮ રનનું યોગદાન આપ્યું હતુ. સાઉથ આફ્રિકાના બોલરો ફરી વખત ભારત સામે સંઘર્ષ કરતાં જોવા મળ્યા હતા. આજની દિવસની ત્રણેય સફળતા પ્રવાસી ટીમના ફાસ્ટર રબાડાને મળી હતી.

પૂણેમાં વાદયછાયા વાતાવરણને કારણે નિર્ધારિત ૯૦ ઓવરને બદલે માત્ર ૮૬ ઓવર નંખાઈ હતી.

અપૂરતા પ્રકાશને પગલે મેચ વહેલી પૂરી થયેલી જાહેર કરવામાં આવી હતી. ૨૮ વર્ષીય ભારતીય ઓપનર મયંક અગ્રવાલે જબરજસ્ત ફોર્મ જારી રાખતાં કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. તેણે ધીમી પણ મક્કમ શરૃઆત કરતાં ૧૧૨ બોલમાં અડધી સદી પૂરી કરી હતી. જ્યારે બાકીના ૫૦ રન તેણે માત્ર ૭૧ બોલમાં નોંધાવ્યા હતા. અગ્રવાલે ટી બ્રેક બાદ સદી પુરી કરી હતી. ટીમ ઈન્ડિયા ૨૦૦ના સ્કોર નજીક પહોંચી ત્યારે અગ્રવાલ ત્રીજી વિકેટના રૃપમાં આઉટ થયો હતો.

બેટીંગ માટે પરફેક્ટ લાગતી પીચ પર ભારતીય કેપ્ટન કોહલીએ ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. ભારતની શરૃઆત સારી રહી નહતી. ઓપનર રોહિત શર્મા ૧૪ રનના સ્કોર પર રબાડાનો શિકાર બન્યો હતો અને વિકેટકિપર ડી કૉકે તેનો આબાદ કેચ ઝડપ્યો હતો. ભારતે ઈનિંગની ૧૦મી ઓવરના આખરી બોલ પર રોહિતની વિકેટ ગુમાવી ત્યારે સ્કોર માત્ર ૨૫ રન હતો.

અગ્રવાલ અને પુજારા વચ્ચે ૧૩૮ રનની ભાગીદારી

રોહિત સસ્તામાં આઉટ થઈ જતાં મુશ્કેલીમાં મુકાયેલી ટીમ ઈન્ડિયાને ફરી એક વખત ચેતેશ્વર પુજારાએ ઉગારી હતી. મયંક અગ્રવાલ સાથે જોડાયેલા પુજારાએ મોરચો સંભાળ્યો હતો અને બંનેએ સ્કોર બોર્ડને ફરતું રાખ્યું હતુ. સાઉથ આફ્રિકાના બોલરોને પરેશાન કરતાં ભારતીય જોડીએ બીજી વિકેટેમાં ૧૩૮ રનની ભાગીદારી કરી હતી. પુજારાની આ કારકિર્દીની ૨૨મી સદી હતી. પુજારાએ સતત બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારતાં ૧૧૨ બોલમાં ૯ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૮ રન નોંધાવ્યા હતા. તેની વિકેટ રબાડાને મળી હતી. પુજારાનો કેચ ડુ પ્લેસીસે ઝડપ્યો હતો. નોંધપાત્ર છે કે, પુજારાએ વિશાખાપટ્ટનમમાં રમાયેલી સાઉથ આફ્રિકા સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં ૮૧ રન નોંધાવ્યા હતા.

મયંક અગ્રવાલની કારકિર્દીની બીજી સદી

કારકિર્દીની પ્રથમ સેન્ચ્યુરીને જ બેવડી સદીમાં ફેરવનારા અગ્રવાલે ખુબ જ ધીરજપૂર્વક બેટીંગ કરતાં સતત બીજી ટેસ્ટમાં સદી ફટકારી હતી. અગ્રવાલની સદી પ્રથમ દિવસે ટી બ્રેક પહેલા પુરી થઈ હતી. સદી ફટકાર્યા બાદ તે લાંબુ ટકી શક્યો નહતો અને ૧૦૮ના સ્કોર પર રબાડાનો ત્રીજો શિકાર બન્યો હતો. તેનો કેચ પણ ડુ પ્લેસીસે ઝડપ્યો હતો. અગ્રવાલે ૧૬ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા અને ૧૯૫ બોલનો સામનો કર્યો હતો. તેણે કેપ્ટન કોહલી સાથે મળીને ૩૫ રનની ભાગીદારી નોંધાવી હતી. અગ્રવાલ આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર ૧૯૮/૩ થઈ ગયો હતો.

કોહલી અને રહાણેએ નોટઆઉટ ૭૪ રન જોડયા

ભારતીય કેપ્ટન કોહલીએ કારકિર્દીની ૨૩મી અડધી સદી ફટકારતા પ્રથમ દિવસની રમતના અંતે નોટઆઉટ ૬૩ રન નોંધાવ્યા હતા. કોહલીએ આગવા મિજાજ સાથે બેટીંગ કરતાં કેટલાક ક્લાસિક સ્ટ્રોક્સ ફટકાર્યા હતા. કોહલીે ૯૧ બોલમાં અડધી સદી પૂર્ણ કરી હતી. તેણે અને રહાણેએ ચોથી વિકેટમાં ૭૪ રનની નોટઆઉટ ભાગીદારી કરી હતી. કોહલી ૧૦૫ બોલમાં ૧૦ ચોગ્ગા સાથે ૬૩ રને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે રહાણેએ ૭૦ બોલમાં ૩ ચોગ્ગા સાથે નોટઆઉટ ૧૮નો સ્કોર કર્યો હતો.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN