અશ્વિનની ફિરકીમાં આફ્રિકન લપેટાયા, 431માં ઓલઆઉટ

Indian News

Indian News

Author 2019-10-05 14:12:04

img

એજન્સી, વિશાખાપટ્ટન

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ સીરિઝની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાની ટીમ 431 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. ભારતે પ્રથમ ઈનિંગ સાત વિકેટે 502 રને ડીક્લેર કરી હતી. ભારતીય ઓપનર્સ રોહિત શર્માની સદી અને મયંક અગ્રવાલની બેવડી સદીની મદદથી ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગઈ હતી. ત્યારબાદ ભારતીય બોલર્સે પણ તેમનો કમાલ દર્શાવતા આફ્રિકન પ્લેયર્સ એક પછી એક પેવેલિયન ભેગા કરી દીધા હતા અને હજુ પણ ભારત પાસે 71 રનની લીડ છે. પ્રથમ ઈનિંગમાં બેવડી સદી ફટકાર્યા બાદ મયંક અગ્રવાલ બીજી ઈનિંગમાં સાત રન પર આઉટ થઈ ગયો હતો.

કેશવ મહારાજની ઓવરમાં તે ડુપ્લેસીસના હાથે કેચઆઉટ થયો હતો.

આફ્રિકા વતી ચોથા દિવસની રમતમાં સેનુરાન મુથુસામી અને કગિસો રબાડાએ 10મી વિકેટ માટે 35 રનની ભાગીદારી નોંધાવી હતી. મુથુસામી 33 રન સાથે નોટઆઉટ ર્યો હતો. કેશવ મહારાજ 9 અને રબાડા 15 રન બનાવી પેવેલિયનમાં પરત ફર્યા હતા. રવિચન્દ્રન અશ્વિને ઈનિંગમાં સાત વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકા સામે બીજી વખત અશ્વિને સાત વિકેટ ઝડપી હતી. અગાઉ 2015-16માં નાગપુરમાં પણ અશ્વિને સાત વિકેટ પોતાના નામે કરી હતી.

આફ્રિકાના બેટ્સમેન પૈકી ઓપનર ડીન એલ્ગર (160) અને ક્વિંટન ડીકોક (111)એ સદી નોંધાવતા આફ્રિકાની ડચકા ખાતી ઈનિંગને સંભાળી હતી. ફાફ ડુ પ્લેસીસે પણ અડધી સદી (55) રન જોડ્યા હતા. ત્રીજા દિવસની રમતના અંતે આફ્રિકન ટીમે 8 વિકેટે 385 રન બનાવ્યા હતા. ડીકોકને અશ્વિને બોલ્ડ કર્યો હતો. ડી કોકે કારકિર્દીની આઠમી જ્યારે એલ્ગરે 12મી સદી ફટકારી હતી.

જાડેજાએ સૌથી ઓછી ટેસ્ટમાં 200 વિકેટ

રવિન્દ્ર જાડેજાએ ડી એલ્ગર અને પીડ્ટની વિકેટ ઝડપીને ટેસ્ટ મેચમાં પોતાની 200 વિકેટ પૂરી કરી હતી. આ સાથે જ જાડેજા સૌથી ઓછી ટેસ્ટ મેચમાં 200 વિકેટનો આંકડો પાર કરનાર ડાબોડી સ્પિનર રહ્યા છે. 44 ટેસ્ટમાં જ 200 વિકેટનો રેકોર્ડ જાડેજાએ પોતાના નામે કર્યો છે. શ્રીલંકાના રંગના હેરાથે 47 ટેસ્ટમાં 200 વિકેટ ઝડપી છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN