અશ્વિન બન્યો સૌથી ઝડપથી 350 વિકેટ લેનાર ભારતીય બોલર

Indian News

Indian News

Author 2019-10-06 15:35:25

img

નવી દિલ્હી, તા. 6. ઓક્ટોબર, 2019 રવિવાર

સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી પહેલી ટેસ્ટમાં ભારત વિજયની નજીક પહોંચી ગયુ છે.આ મેચમાં અત્યાર સુધીમાં અશ્વિન આઠ વિકેટ ઝડપી ચુક્યો છે પણ મહત્વની સિધ્ધી એ છે કે, રવિચંદ્રન અશ્વિન ભારત તરફથી સૌથી ઝડપતી 350 વિકેટ લેનાર બોલર બની ગયો છે.

અશ્વિને 66 ટેસ્ટમાં જ આ કારનામુ કરી બતાવ્યુ છે.અશ્વિન માત્ર ભારતનો જ નહી વિશ્વનો પણ પહેલો બોલર છે જેણે 66 ટેસ્ટમાં 350 વિકેટ ઝડપી હોય.આ મામલામાં તે શ્રીલંકાના બોલર મુરલીધરનની સાથે છે.મુરલીધરન એક માત્ર બોલર છે જેણે 800 વિકેટો ઝડપી છે.

સતત પાંચ ટેસ્ટથી બહાર રહેલા અશ્વિને સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટની પહેલી ઈનિંગમાં સાત વિકેટો ઝડપીને તરખાટ મચાવ્યો હતો.એ પછી બીજી ઈનિંગમાં તે અત્યાર સુધીમાં એક વિકેટ લઈ ચુક્યો છે.

આ પહેલા અશ્વિન ઓસ્ટ્રેલિયા સામે 2018માં એડિલેડ ટેસ્ટ રમ્યો હતો.આ ટેસ્ટમાં તે 6 વિકેટો ઝડપ્યો હતો.એ પછી ઈજાના કારણે તેણે આ સિરિઝમાં બીજી બે ટેસ્ટ મેચ ગુમાવી હતી.

જોકે હવે અશ્વિને ધમાકેદાર વાપસી કરી છે.સૌથી ઝડપથી 350 વિકેટો લેવાના મામલામાં અશ્વિને હેડલી, ડેલ સ્ટેન, ડેનિસ લીલી અને મેકગ્રાથ જેવા ધુરંધરોને પાછા પાડી દીધા છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN