આઈપીએલ-ફ્રેન્ચાઈઝી વિદેશમાં 'ફ્રેન્ડલીઝ'ની શોધ કરશે?

Indian News

Indian News

Author 2019-11-06 15:27:35

img

નવી દિલ્હી: આઈપીએલને હવે પાંખો આવે તેવા સંકેત છે. ભારતમાં અત્યંત સફળ રહેલા ક્રિકેટના આ ફોર્મેટ એક તરફ નવા આકર્ષણ ઉમેરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ હવે આઈપીએલની ટીમ વિદેશમાં ફ્રેન્ચાઈઝીને નવા 'ફ્રેન્ડલીઝ' ના નામે પણ લઈ જઈ શકે છે. જો કે આ નવા આઈડિયાને ક્રિકેટ બોર્ડ કેટલી મંજુરી આપશે તે પ્રશ્ર્ન છે.
પણ આઈપીએલ ફ્રેન્ચાઈઝની એક 'બ્રાન્ડ' બનાવવાની યોજના ભાગરૂપે આ રીતે ટીમને વિદેશમાં લીગ ક્રિકેટમાં સામેલ થઈ શકશે. જો કે ક્રિકેટ બોર્ડની મંજુરી વગર આ શકય નથી અને તેથીજ બોર્ડ સમક્ષ દરખાસ્ત તો મુકાઈ જ છે. ભારતના ડોમેસ્ટીક ક્રિકેટ જેને ફાયદો અને આઈપીએલમાં ભારતના અનેક નવા યુવા ક્રિકેટર્સ રમે છે જેને દરેકને ટીમ ઈન્ડીયામાં સ્થાન શકય નથી તેથી આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવી શકતા નથી પણ જો આઈપીએલના માધ્યમથી તેઓ વિદેશી લીગ રમે તો તેની પ્રતિભા વધુ સારી નિખરશે.

જે ટીમ ઈન્ડીયાને જ ફાયદો છે. કેનેડા જેવા દેશમાં જયાં ભારતીય વસતી વધતી જાય છે ત્યાં મુંબઈ ઈન્ડીયન કે રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ રમે તો પ્રેક્ષકોનું આકર્ષણ વધશે. ચેન્નઈ સુપર કીંગ- કોલકતા નાઈટ રાઈડર એ કેરેબીયન ટાપુ અને સિંગાપોરમાં રમી શકે છે. આઈપીએલ હવે રૂા.46000 કરોડની બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે તો અમેરિકાની નેશનલ બાસ્કેટબોય એસો.ની બ્રાન્ડ વેલ્યુ રૂા.58000 કરોડ છે. આમ આ ગેપ બહુ મોટો નથી.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN