આઈપીએલ-૧૩ : ૧૯ ડિસેમ્બરે કોલકાતામાં ખેલાડીઓની હરાજી થશે

Gujarat Today

Gujarat Today

Author 2019-10-02 01:38:33

img

કોલકાતા,તા.૧
આઈપીએલ ક્રિકેટના શોખીનો માટે સૌથી મોટા ખુશખબર સામે આવી રહ્યા છે. આઈપીએલ-૨૦૨૦ માટે આ વર્ષે ૧૯ ડિસેમ્બરે હરાજી થશે. આઈપીએલની ૧૩મી સીઝન માટે કોલકાતામાં ખેલાડીઓની હરાજી થશે. પરંપરાગત રીતે આઈપીએલ ઓક્શનની પ્રક્રિયા બેંગ્લુરુંમાં પુરી કરવામાં આવતી હતી, પરંતુ ત્યારબાદ આઈપીએલ-૨૦૧૯ માટે ઓક્શન જયપુરમાં કરવામાં આવ્યું હતું.
એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ પ્રમાણે, ૨૦૨૧માં ફ્રેન્ચાઇજી પોતાની નવી ટીમ તૈયાર કરશે, તેના પહેલા એક નાની હરાજીની ઔપચારિકતા પુરી કરવામાં આવશે, અને છેલ્લે મોટી હરાજી ૨૦૧૮માં જાન્યુઆરીમાં થઇ હતી, જ્યારે ફ્રેન્ચાઇજીઓને પાંચ ખેલાડીઓ બદલવાની પરમિશન આપવામાં આવી હતી.
એટલે આઈપીએલ ૨૦૨૦ માટે હરાજીની પ્રક્રિયા ૨૦૧૯ના તર્જ પર ઓછામાં ઓછા ખેલાડીઓ પર હશે. અત્યારે ૮ ફ્રેન્ચાઇજી માટે ટ્રેડિંગ વિન્ડો ૧૪ નવેમ્બરે બંધ થઇ જશે. એટલે તમામ ફ્રેન્ચાઇજીઓને એવું જણાવી દેવામાં આવ્યું છે કે ખેલાડીઓને પોતાની સાથ બનાવી રાખવા અને અન્ય ફ્રેન્ચાઇજી સાથે અદલા બદલી કરવા માટે તેમની પાસે ૧૪ નવેમ્બર સુધીનો સમય છે.તમામ ફ્રેન્ચાઇજીઓને આગામી સંસ્કરણ-૨૦૧૦ માટે ૮૫ કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા હતા. દરેક ફ્રેન્ચાઇજીની પાસે ૩ કરોડ રૂપિયાનું વધારાનું પર્સ પણ હશે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN