આઈપીએલ ૨૦૨૦ : નો બોલ ચેક કરવા માટે એક્સ્ટ્રા અમ્પાયર

Indian News

Indian News

Author 2019-11-06 13:16:32

img

બીસીસીઆઈએ મુંબઈમાં આવેલ હેડક્વાર્ટર્સ ગઈ કાલે આઈપીએલ ગવર્નિગ કાઉન્સીલ બેઠક થઈ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, આગામી સીઝનમાં નો બોલ માટે સ્પેશલ અમ્પાયર નિમણુક કરવામાં આવશે. આઈપીએલ ચેરમેન બુજેસ પટેલની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં નો બોલ ચેક કરવા માટે એક વધારાના અમ્પાયર લાવવાની ચર્ચા થઈ હતી.

ગવર્નિંગ કાઉન્સિલના એક સિનીયર અધિકારીએ જણાવ્યું છે કે, 'જો બધું ઠીક રહેશે તો આઈપીએલના આગામી સીઝનથી નો બોલ ચેક કરવા માટે બે નિયમિત અમ્પાયરો સિવાય એક વધારાના અમ્પાયર જોવા મળી શકે છે. અમે ટેકનીકનો ઉપયોગ કરવા ઈચ્છે છે. માત્ર નો બોલ પર નજર રાખવા માટે અમારી પાસે અમ્પાયર છે. અહીં પણ એક અમ્પાયર હશે, જો કે માત્ર નો બોલ પર ધ્યાન રાખશે અને પછી થર્ડ અને ફોર્થ અમ્પાયર નહીં હોય.'

આ બેઠક દરમિયાન 'પ[પાવર પ્લેયર' નિયમ લાવવા પર પણ ચર્ચા થઈ પરંતુ કોઈ નિર્ણય પર પહોંચી શક્યા નહીં અને હવે ભવિષ્યમાં તેના પર ચર્ચા થશે. આ નિયમ હેઠળ ટીમ મેચમાં કોઈ પણ વિકેટ પડ્યા બાદ અથવા ઓવર સમાપ્ત બાદ ખેલાડીને બદલી શકે છે.

બોર્ડથી જોડાયેલ સુત્રે જણાવ્યું છે કે, 'આગામી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ નિયમને લાગુ કરવો યોગ્ય હશે. પરંતુ આવી પરિસ્થીતીઓમાં તેની સંભાવનાઓ વધુ નથી. આઈપીએલમાં તેનો ઉપયોગ કરતા પહેલા આપણે આ અંગે વધુ ચર્ચા કરવી પડશે.'

visit Vishvagujarat.com

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD