આખરે યુવરાજે તોડ્યુ મૌન, જણાવ્યું-નિવૃત્તિ લેવાનું કારણ

Indian News

Indian News

Author 2019-09-28 00:15:00

img

યુવરાજ સિંહે આ વર્ષે જૂન મહિનામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિ લીધાના લગભગ 4 મહિના પછી આખરે યુવરાજે નિવૃત્તિ કેમ લીધી તે અંગે મૌન તોડ્યું છે. તેણે જણાવ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે તેની સામે સતત પડકારો જ મૂક્યા. યુવરાજે અફસોસ વ્યક્ત કર્યો કે કોઇપણ તેની સાથે બેઠું નહીં અને ટીમની યોજનાઓ વિશે કોઈ જાણ કરી.

પહેલાં યો-યો ટેસ્ટ પછી ઘરેલૂ ક્રિકેટનું બહાનું આપ્યુંઃ

યુવરાજે કહ્યું, મેં ક્યારેય વિચાર્યું નહોંતું કે મને ડ્રોપ કરી દેવામાં આવશે.

હું ઘાયલ થયો તો મને કહેવામાં આવ્યું કે શ્રીલંકા સીરીઝ માટે તૈયારી કરો. ત્યારપછી અચાનક 36 વર્ષની ઉંમરમાં મારે યો-યો ટેસ્ટની તૈયારી કરવી પડી. જ્યારે મેં યો-યો ટેસ્ટ ક્લિયર કરી તો મને ઘરેલૂ ક્રિકેટમાં રમવાનું કહેવામાં આવ્યું. તેમને એવું લાગ્યું કે 36 વર્ષની ઉંમરમાં હું આ ટેસ્ટ પાસ નહીં કરી શકું. જેથી તેઓ મને સરળતાથી બહાર કરી શકે. મને બહાર કરવાનું બહાનું જ શોધી રહ્યા હતાં.

તેમ છતાં યુવરાજે કહ્યું કે, મને નિવૃત્તિ લેવાનો કોઈ પછતાવો નથી. મારા દિમાગમાં ઘણી વસ્તુઓ ચાલી રહી હતી. વર્લ્ડ કપ શરૂ થઈ ગયો હતો અને ટીમ આગળ વધી રહી હતી. હું ભારતથી બહાર ક્રિકેટ રમવા માંગતો હતો. જિંદગી આગળ જ વધી ન રહી હતી. તે સમય તણાવયુક્ત હતો.

યુવરાજે કહ્યું, મને દુઃખ થાય છે કે 2011 પછી હું બીજો એક વર્લ્ડ કપ ન રમી શક્યો. ટીમ મેનેજમેન્ટ અને તેનાથી જોડાયેલા લોકો તરફથી મને કોઈ સહયોગ ન મળ્યો. જો તેમનો સહયોગ મને મળતે તો હું કદાચ અન્ય એક વર્લ્ડ કપ રમી જતે. પણ જે ક્રિકેટ હું રમ્યો તે પોતાના દમ પર રમ્યો. મારો કોઈ ગોડફાધર નહોતો. ફિટનેસ માટેની યો-યો ટેસ્ટ પાસ કરવા છતાં મારી અધેખાઈ કરવામાં આવી. ટીમ મેનેજમેન્ટે મારાથી પીછો છોડવાને બદલે મારા કરિયર અંગે સ્પષ્ટ વાત કરવી જોઈતી હતી.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN