આજે નાગપુરમાં ફાઇનલ : બાંગ્લાદેશ પર ભારતનું પલડું ભારે  

Sandesh

Sandesh

Author 2019-11-10 04:57:00

img

આજે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ત્રણ મેચોની ટીમ-૨૦ સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પહેલી ટીમ-૨૦ મેચમાં બાંગ્લાદેશે ભારતને હાર આપીને ત્રણ મેચોની ટી-૨૦ સિરીઝમાં ૧-૦ ની બઢત હાંસલ કરી લીધી છે. ત્યાર બાદ બીજી ટી-૨૦માં ભારતે ધમાકેદાર વાપસી કરીને મહેમાન ટીમને ૮ વિકેટથી હાર આપીને ટી-૨૦ સિરીઝમાં ૧-૧થી બરાબરી કરી લીધી હતી. હવે આજની મેચ બન્ને ટીમો માટે નિર્ણાયક અને મહત્ત્વની છે. ભારત કે બાંગ્લાદેશમાંથી જે પણ જીતશે તે સિરીઝ જીતી જશે.

સિરીઝ પહેલા બે મેચોમાં લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલની ટીમમાં સફળ વાપસી સિવાય બીજો કોઈ ફાયદો થયો નથી. ચહલે ફરી એક વાર સાબિત કરી દીધું છે તે વચ્ચેની ઓવરોમાં તેની પાસે વિકેટ કાઢવાની ક્ષમતા છે. રાજકોટમાં રમાયેલ બીજી ટી-૨૦ માં ચહલની આગેવાનીમાં ભારતીય બોલરોએ બાંગ્લાદેશને છ વિકેટ પર ૧૫૩ રન પર રોકી દીધા હતા. પછી રહી ગયેલી કસર રોહિત શર્માએ ૮૫ રનની રમત ખેલીને પૂરી કરી નાખી હતી.

બીજી બાજુ મહમુદુલ્લાહની કેપ્ટનશિપમાં શાનદાર પ્રદર્શન કરનાર બાંગ્લાદેશ ટીમ પણ આ મેચની જીતીને પહેલી વાર ભારતની સામે ટી-૨૦ સિરીઝ જીતવા માગશે. સ્પિન બોલરો વીસીએ સ્ટેડિયમની પિચનો ફાયદો ઉઠાવવા માગે છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી ૧૧ ટી-૨૦ મેચ રમાઈ છે. ટોસ જીત્યા પછી ભારત શું કરવા માગે છે તે જોવાનું દિલચસ્પ રહેશે.

બોલર કુલદીપ યાદવની જગ્યાએ ટીમમાં લેવામાં આવેલ વોશિંગ્ટન સુંદર ઘણા હાથવગો રહ્યો છે, પરંતુ વિકેટ લેવામાં મામલે ચહલ પાછળ રહી ગયો છે. ફાસ્ટ બોલર ખલીલ અહેમદે બન્ને મેચોમાં રન આપ્યા હતા જેનાથી આ મેચમાં શાર્દૂલ ઠાકુરને અંતિમ ૧૧માં જગ્યા મળી શકે છે જે દીપક ચહર સાથે નવો બોલ શેર કરી શકે છે. રોહિતે પહેલાની બન્ને ટીમ ૨૦ મેચોની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. આને કારણે મનીષ પાંડે, સંજુ સેમસન અને રાહુલ ચહર જેવા ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં બેસી રહેવું પડયું હતું. નાગપુરમાં તેને તક ન મળી તો તેણે પોતાની જાતને સાબિત કરવા માટે વેસ્ટ ઇન્ડિઝની સામે આગામી ટી-૨૦ સિરીઝની પ્રતીક્ષા કરવી પડશે.

અત્યાર સુધીની મેચોમાં નાગપુરમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ સારો રહ્યો નથી. ભારતીય ટીમે આ મેદાન પર સૌથી પહેલી મેચ ૨૦૦૯માં રમી હતી, જેમાં શ્રીલંકાએ ભારતને ૨૯ રનથી હાર આપી હતી તો ભારતે બીજી મેચ ૧૫ માર્ચ ૨૦૧૬ના રોજ રમી હતી જેમાં ન્યૂઝીલેન્ડના હાથે તેને ૪૭ રનથી હાર મળી હતી. ભારતે નાગપુરમાં તેની છેલ્લી ટી-૨૦ મેચ ઇંગ્લેન્ડની સામે ૨૯ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ રમી હતી. આ મેચમાં ભારતને જીત મળી હતી. એટલે કે હવે ૨૧ મહિના બાદ ટીમ ઇન્ડિયા આ મેદાન પર તેની ચોથી ટી-૨૦ મેચ રમવા જઈ રહી છે.

ભારતીય ખેલાડીઓની સાથે અનુભવી શિખર ધવન અને યુવા વિકેટ કિપર ઋષભ પંત પણ ટીમમાં સ્થાન જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ધવન બેટ દ્વારા તો પંત બેટની સાથે સાથે વિકેટ પાછળ પોતાના ખરાબ પ્રદર્શનને કારણે ટીકાનો સામનો કરી રહ્યો છે. આજની મેચમાં આ બન્ને ખેલાડીઓને ટીકાકારોને ચૂપ કરી નાખવાની વધુ એક તક મળશે.

ટીમમાં જ્યારે સિનિયર ખેલાડીઓની વાપસી થશે ત્યારે પણ ભારતને ટીમના સંતુલન માટે ઘણી મહેનત કરવી પડશે. ખાસ કરીને બોલિંગમાં જ્યાં ટીમની પાસે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની જેેમ મોટા શોટ રમનાર ખેલાડીઓનો અભાવ છે. શ્રેયસ અય્યરે ખૂબ ઓછા સમયમાં પોતાની જાતને પુરવાર કરી દેખાડી છે જ્યારે રાહુલ ખાસ કંઈ ઉકાળી શક્યો નથી. શિવમ દુબેએ પણ પોતાના કાંડાનું કૌવત દેખાડવું પડશે.

ભારતીય ટીમ જીતની દાવેદાર હશે પણ તમીમ ઇકબાલ અને શાકિબ અલ હસન જેવા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં બાંગ્લાદેશ ફરી એક વાર દિલ્હીની જેમ ચોંકાવી શકે છે. રાજકોટમાં બીજા ટી-૨૦માં ટીમે સારી શરૂઆત કરી હતી, પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શકી નથી અને ટીમ ૨૦ ઓવરમાં ફક્ત ૧૫૩ રન બનાવી શકી હતી. બાંગ્લાદેશ માટે ૨૦ વર્ષના લેગ સ્પિનર અમીનુલ ઇસ્લામે પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યાં હતા. તેણે ચાર વિકેટ ઝડપી હતી. જોેકે બાંગ્લાદેશે ઝડપી બોલિંગમાં સુધારો કરવો પડશે. ખાસ કરીને ટીમના મુખ્ય બોલર મુસ્તફિઝુર રહેમાન ભારતીય બેટ્સમેનોને પરેશાન કરવામાં નિષ્ફળ રહ્યો છે.

બાંગ્લાદેશની સામે ટી ૨૦ સિરીઝમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી રહેલો રોહિત શર્મા એક પછી એક નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. ચાલુ વર્ષે સૌથી વધારે સિક્સ મારનાર રોહિતની પાસે ભારત તરફથી સૌથી પહેલા ૪૦૦ સિક્સ મારવાની તક છે. નાગપુરમાં રોહિત ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૪૦૦ સિક્સ પૂરા કરી શકે છે.

પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે રોહિત શર્માને કોહલી કરતાં મોટો બેટ્સમેન ગણાવ્યો છે. સેહવાગે કહ્યું કે જ્યારે ઝડપથી રન કરવાની વાત આવે છે ત્યારે ટીમ ઇન્ડિયાના રેગ્યુલર કેપ્ટન વિરાટ કોહલી રોહિત જેવા રન બનાવી શકતો નથી. તેણે કહ્યું કે એક ઓવરમાં ત્રણ-ચાર છગ્ગા મારવા અને ૪૫ દડામાં ૮૦-૯૦ રન બનાવવા એક કળા છે જે મેં રોહિતમાં જોઈ છે.

: રોહિત શર્મા(કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કૃણાલ પંડયા, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દીપક ચહર, ખલીલ અહેમદ, શિવમ દુબે, શાર્દૂલ ઠાકુર.

: મહમુદુલ્લાહ (કેપ્ટન), મોહમ્મદ નઈમ, આફિક હુસેન, મોસાદેક હુસેન, અનિમુલ ઇસ્લામ, લિટન દાસ, મુસ્તફિકુર રહીમ, અરાફત સની, અલ અમિન હુસેન, મુસ્તફિઝુર રહેમાન, અબુ હૈદર, રોની મોહમ્મદ મિથુન, તઈઝુલ ઈસ્લામ

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN