આજે વરસાદના ભય વચ્ચે ભારત-બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો

Indian News

Indian News

Author 2019-11-07 13:49:00

img

રાજકોટના એસસીએ સ્ટેડિયમ પર આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક ટી-20 મુકાબલો સાંજે સાત વાગ્યાથી શ થવાનો છે તે પહેલાં વરસાદે એન્ટ્રી મારતાં ક્રિકેટરસિકોની સાથે સાથે આયોજકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. જો કે સવારથી વાતાવરણ સ્વચ્છ બની જતાં ગ્રાઉન્ડ ઉપર ખુશ્નુમા માહોલ છવાઈ ગયો હતો. બીજી બાજુ રાજકોટની બેટિંગ પેરેડાઈઝ વિકેટ ઉપર આજે રનોના ઢગલા થવાના હોય ક્રિકેટરસિકો મેઘરાજાને એક જ વિનવણી કરી રહ્યા છે કે આજના દિવસે ખમ્મા કરી જજો.બીજી બાજુ રનસંગ્રામ માટે ગ્રાઉન્ડ તૈયાર કરી લેવામાં આવ્યું છે અને જો બપોરે એક વાગ્યા બાદ વરસાદ ન પડે તો મેચ આરામથી રમાઈ જશે તેવો આશાવાદ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

આજે રાજકોટની મેચ જીતવી ટીમ ઈન્ડિયા માટે મહત્ત્વની હોય તે જીત માટે એડીચોટીનું જોર લગાવી દેશે તો બાંગ્લાદેશની ટીમ આ મેચમાં જીત હાંસલ કરી ટીમ ઈન્ડિયાને તેની જ ધરતી ઉપર શ્રેણી હરાવવા માટે મહેનત કરશે.

આ પહેલાં દિલ્હીમાં રમાયેલા પ્રથમ ટી-20માં ધુમ્મસભ હવામાનમાં ભારતનો પહેલી ટી-20 મેચમાં સાત વિકેટથી અણધાર્યો અને આંચકાજનક પરાજય થયો હતો અને નાણાંની ચુકવણી તથા અન્ય બાબતે ખેલાડીઓએ પાડેલી હડતાળ અને પોતાના અગ્રણી ઓલ-રાઉન્ડર શકિબ અલ હસનના ભ્રષ્ટાચારની જાણ કરવામાં નિષ્ફળ જવા બદલ સસ્પેન્શનના વિવાદ પછી ભારતના પ્રવાસે રમવા આવેલ બંગલાદેશની ટીમે તે સફળતામાં મોટી સિદ્ધિ હાંસલ કરી કહેવાય છે કે જેમાં ભારત આ પ્રકારની રમતમાં બંગલાદેશ સામે પહેલી વેળા હાયુર્ં હતું.
ભારતે ક્રિકેટના અન્ય બે ફોર્મેટ જેટલી સફળતા ટી-20 રમતમાં તાજેતરમાં મેળવી નથી અને તેના પુરાવા આ વર્ષનાં પરિણામોમાં મેળવી શકાય છે. ભારત ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ આ વર્ષે શ્રેણી હારી ગયું હતું અને ટેસ્ટ સિરીઝ હારી ગયેલ દક્ષિણ આફ્રિકા સામે ટી-20 શ્રેણી ડ્રો કરી હતી. બંગલાદેશ ઘરઆંગણે ભારત સામે એક વન-ડે સિરીઝ જીતી ચૂક્યું છે, પરંતુ ટી-ટ્વેન્ટી શ્રેણીની ટ્રોફી અને એ પણ ભારતમાં શ્રેણીની ટ્રોફી જીતવાનો બંગલાદેશને પહેલી વાર મોકો મળ્યો છે.

કેપ્ટન વિરાટ કોહલી સહિત કેટલાક સિનિયર ખેલાડીની ગેરહાજરીમાં વર્તમાન શ્રેણીની આ બીજી મેચ આશાસ્પદ ખેલાડીઓને પોતાની કાબેલિયત પુરવાર કરી ઝળકવા માટેની સારી તક આપે છે. મહા વંટોળનો ભય ટળી ગયો હોવાનો ગઈ કાલે સાંજે અહેવાલ હતો, પણ કુદરત સામે કંઈ જ ન કહી શકાય. રાજકોટમાં ગઈ કાલે વરસાદ પડ્યો હતો અને આજે પણ પડવાની આગાહી છે.
ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનું બેટિંગ ફોર્મ અને તેની સ્ટ્રઈક-રેટ ભારતની ટીમ માટે ચિંતાનો વિષય બન્યો છે અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસકરે પણ આગ્રહ રાખ્યો હતો કે શ્રેણીની આગામી બે મેચમાં તેણે વધુ સારા દાવ રમવાના રહે છે. દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમ ખાતેની પહેલી મેચમાં આયોજક રાષ્ટ્રની ટીમનો બેટિંગ દેખાવ બહુ પ્રભાવિત રહ્યો ન હતો જ્યાં તેણે છેવટે 148 રનનો જુમલો ઊભો કર્યો હતો અને આ આંકડો બંગલાદેશના અનુભવી બેટ્સમેન મુશફિકર રહીમે પસાર કરાવી પોતાની ટીમને વિજય અપાવ્યો હતો.
પોતાની કારકિર્દીની શુભ શરૂઆત ન કરી શકેલ રિષભ પંત, કૃણાલ પંડ્યા અને ઓલ-રાઉન્ડર શિવમ દુબેએ જરૂરતના સમયે સારો દેખાવ નોંધાવી તેઓની પસંદગીને યોગ્ય ઠેરવવાની રહે છે. એ જોવાનું રહે છે કે ભારતની ટીમના સત્તાવાળા દુબેને આ મેચમાં રમવાનો ફરી મોકો આપશે અથવા કેરળના વિકેટકીપર/બેટ્સમેન સંજુ સેમસનની પસંદગી કરશે. કણર્ટિકના બેટધર મનીષ પાંડે માટે પણ વિચારણા થઈ શકે છે.
ભારતનું બિનઅનુભવી બોલિંગ આક્રમણ ટીમના સત્તાધીશો માટે ચિંતાનો એક વધુ વિષય બન્યો છે. દિલ્હીમાં પોતાની ચાર ઓવરમાં 37 રન ખર્ચી નાખેલ ઝડપી ગોલંદાજ ખલીલ અહમદની બદલીમાં શાર્દુલ ઠાકુરની પસંદગી કરી શકાશે. ખલીલની ત્રીજી ઓવરમાં બંગલાદેશે સતત ચાર ચોક્કા ફટકાયર્િ હતા. સ્પ્નિરો વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ અને કૃણાલ પંડ્યાએ હરીફ બેટધરોને કાબૂમાં રાખવા સાથે સમયે સમયે ભારતને વિકેટ ઝડપવામાં સફળતા મેળવી આપવાની રહે છે.
મુખ્યત્વે સ્પ્નિર અમિનુલ ઈસ્લામ અને ફાસ્ટ બોલર શફિયુલ ઈસ્લામ જેવા બંગલાદેશના ગોલંદાજોએ ફિરોઝશાહ કોટલાના મેદાન પર સારો દેખાવ કર્યો હતો અને તેઓ પણ વધુ સારો દેખાવ કરવા ઉત્સુક હશે. શ્રેણીની ત્રીજી અને આખરી મેચ નાગપુરમાં રમાનાર છે.

રોહિત 100મી ટી-ટ્વેન્ટી મેચ રમનાર ભારતનો પ્રથમ ખેલાડી બનશે
કામચલાઉ કેપ્ટન રોહિત શમર્િ બંગલાદેશ સામે આજે અહીં રમાનારી વર્તમાન શ્રેણીની બીજી મેચમાં ભાગ લઈ 100 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ભારતનો પ્રથમ અને વિશ્ર્વ ક્રિકેટમાં બીજો ખેલાડી બનશે. પાકિસ્તાનનો શોએબ મલિક (111) એકસોથી વધુ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમનાર એકમાત્ર ખેલાડી છે. રોહિત આ પ્રકારની ક્રિકેટમાં કુલ 2,452 રન કરી સૌથી વધુ સ્કોરકતર્િ રહે છે અને નિયમિત સુકાની વિરાટ કોહલી કુલ 2,450 રન સાથે બીજા ક્રમે છે. રોહિતે તેના રન 136.67ની સ્ટ્રાઈક-રેટથી નોંધાવ્યા છે જેમાં ચાર સદી અને 17 અડધી સદીનો સમાવેશ છે. રોહિતે 2007માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો પ્રવેશ કર્યો હતો. રોહિતનો હરીફ કેપ્ટન મહમુદુલ્લાહ રિયાધ પણ રાષ્ટ્રીય વિક્રમ સર્જવાને આરે ઊભો છે. તે જો વધુ બે છગ્ગા ફટકારતા ટી-20 રમતમાં પચાસ સિક્સર મારનાર બંગલાદેશનો તે પ્રથમ બેટ્સમેન બનશે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN