આવી છે BCCIની નવી ટીમ, જાણો કોને મળી છે કઈ જવાબદારી

Indian News

Indian News

Author 2019-10-23 21:40:50

img

પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી બુધવારે સત્તાવાર રીતે બીસીસીઆઈના નવા અધ્યક્ષ બની ગયા છે. બીસીસીઆઈની એન્યુલ જનરલ મિટિંગમાં તે 39માં અધ્યક્ષ તરીકે પસંદ થયા હતા. ગાંગુલીની નવી ટીમમાં ઘણા મોટા ચહેરા સામેલ છે. જાણો કોણ છે ટીમ ગાંગુલીનો ભાગ.

જય શાહ, બીસીસીઆઈ સચિવ - નવી ટીમમાં સૌથી યુવા સભ્ય છે. 31 વર્ષના જય શાહ 2009થી ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન સાથે જોડાયેલ છે.

જય શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે. એન્જીનિયરિંગ કરનાર જય શાહ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદના બોર્ડ મેમ્બર રહી ચૂક્યા છે. 2013માં તે સંયુક્ત સચિવ તરીકે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન સાથે જોડાયા હતા.

અરુણ સિંહ ધૂમલ, કોષાધ્યક્ષ - ગત વર્ષે હિમાચલ પ્રદેશ ક્રિકેટ ઍસોસિયેશનના અધ્યક્ષ બનેલ અરુણ કુમાર ધુમલ પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ અનુરાગ ઠાકુરના નાના ભાઈ છે. તેમના પિતા પ્રેમ કુમાર ધુમલ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા છે. અરુણને ક્રિકેટ ઍસોસિયેશનમાં કામ કરવાનો લાંબો અનુભવ છે.

જયેશ જોર્જ, સંયુક્ત સચિવ - કેરળ ક્રિકેટ ઍસોસિયેશનનો ભાગ રહેલ 50 વર્ષના જયેશ જોર્જ બીસીસીઆઈમાં નવા સંયુક્ત સચિવ છે. કેસીએમાં તે સંયુક્ત સચિવ, સચિવ અને ઍસોસિયેશનના પ્રમુખ તરીકે કામ કરી ચૂક્યા છે. તે ટીમ ઇન્ડિયા સાથે મેનેજર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. ગાંગુલીની નવી ટીમમાં જયેશ સૌથી અનુભવી સભ્ય છે.

મહીમ વર્મા, ઉપાધ્યક્ષ - પૂર્વ ક્રિકેટર મહીમ વર્મા 2009થી સતત 10 વર્ષ સુધી ક્રિકેટ ઍસોસિયેશન ઓફ ઉત્તરાખંડના સંયુક્ત સચિવ રહ્યા છે. તેમના પહેલા આ પદ તેમના પિતા પીસી વર્મા પાસે હતું. 45 વર્ષના આ પૂર્વ ખેલાડી બીસીસીઆઈના નવા ઉપાધ્યક્ષ છે.

બ્રિજેશ પટેલ - પૂર્વ ક્રિકેટર બ્રિજેશ પટેલ કેરળ ક્રિકેટ ઍસોસિયેશનના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તે બીસીસીઆઈના અધ્યક્ષ પદની રેસમાં હતા પણ સફળતા મળી ન હતી. પટેલ કેરળ ક્રિકેટ માટે ઘણું કામ કરી ચૂક્યા છે અને કર્ણાટક પ્રીમિયર લીગની શરુઆત કરી હતી. એન શ્રીનિવાસનના નજીક ગણાતા પટેલને આઈપીએલની ગર્વનિંગ કાઉન્સિલના સભ્ય બનાવ્યા છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD