આ ખેલાડીને કારણે ધોની નથી લઇ રહ્યો સંન્યાસ

Indian News

Indian News

Author 2019-09-27 13:45:00

img

ભારતીય ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોનીના વિકલ્પ અંગે ચર્ચાઓનું બજાર ગરમ છે. ICC વર્લ્ડ કપ 2019 થી ધોની વિશે સતત નવા સમાચાર આવી રહ્યા છે. જો કે, ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે ધોનીના વિકલ્પ તરીકે રિષભ પંત તેમની પસંદગી છે. આ જ કારણ છે કે સતત નિષ્ફળતા હોવા છતાં પણ પંતને તકો આપવામાં આવી રહી છે અને ચોથા નંબર પર બેટ્સમેન તરીકે પંત ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ મેળવવામાં સફળ રહ્યો છે. આ બીજી બાબત છે કે પંત પણ ક્રિઝ પર જામી ગયા બાદ પોતાની વિકેટ ગિફ્ટ તરીકે આપી દેતો હોવાથી ટીકાનો શિકાર બની રહ્યો છે. આ કેસમાં હવે એવું બહાર આવ્યું છે કે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતે રિષભ પંતને તેના વિકલ્પ તરીકે તૈયાર કરવા માગે છે.

આ જ કારણ છે કે તે હજી નિવૃત્ત થયો નથી.

ICC વર્લ્ડ કપ 2019માં ન્યુઝીલેન્ડ સામેની સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ મહેન્દ્રસિંહ ધોની એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. પરંતુ હવે એ સામે આવ્યું છે કે તે આવું કેમ કરી રહ્યો છે. ડીએનએના અહેવાલ મુજબ, ધોની ઇંગ્લેન્ડમાં યોજાયેલા વન-ડે વર્લ્ડ કપ પછી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત લેશે એવું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ તેણે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T-20 વર્લ્ડ કપ માટે બીસીસીઆઈને રિષભ પંતને તૈયાર કરવામાં વધારે સમય મળે તેથી તેવું કર્યું ન હતું. ધોની ઈચ્છે છે કે T-20 વર્લ્ડ કપમાં પંતને તેના અવેજી તરીકે તૈયાર કરવામાં આવે, પરંતુ પંતના બેકઅપ તરીકે, BCCIએ પણ અન્ય વિકેટકીપરોને તૈયાર કરવાનું કામ કરવું જોઈએ.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD