આ ટીમના ખેલાડીઓ પર છોકરીનો રેપ કરી MMS બનાવ્યો હોવાનો આરોપ

Indian News

Indian News

Author 2019-10-05 14:29:26

img

બેલ્જિયમઃ અત્યાર સુધી કેટલીયવાર મોટા ખેલાડીઓ સેક્સ સ્કેન્ડલ કે રેપના આરોપમાં ફસાઈ ચૂક્યા છે. કંઈક આવો જ સનસનીખેજ મામલો બેલ્જિયમથી સામે આવ્યો છે. બેલ્જિયમનું એક આખું ફુટબોલ ક્લબ આ વખતે એક કારણે ચર્ચામાં આવી ગયું છે. બેલ્જિયમના આ ક્લબના ખેલાડીઓ પર સેક્સ સ્કેન્ડલનો આરોપ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહિ ખેલાડીઓ પર પીડિત છોકરીની સેક્સ ટેપ બનાવવાનો સનસનીખેજ આરોપ પણ લાગ્યો છે.

આ ટીમના ખેલાડીઓ પર રેપ કરી MMS બનાવ્યો હોવાનો આરોપ
વીડિયો વાયરલ

એસ્પોર મિનેરિયોસ નામના આ ક્લબના ખેલાડીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ છોકરી પર રેપ કરતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં આ વીડિયોમાં આ છોકરી કપડાં વિના ફ્લોર પર ચાલતી દેખાઈ રહી છે જ્યારે બીજા વીડિયોમાં કેટલાક ખેલાડીઓ બેંચ પર તેની સાથે સેક્સ કરતા દેખાઈ રહ્યા છે.

આ ટીમના ખેલાડીઓ પર રેપ કરી MMS બનાવ્યો હોવાનો આરોપ
નશાની હાલતમાં રેપ કર્યાનો આરોપ

વીડિયો વાયરલ થયા બાદ પીડિતાની માતાએ સુડિંફોને આપેલ ઈન્ટર્વ્યમાં કહ્યું કે તેની દીકરી નશાની હાલતમાં હતી તે સમયની ઘટના છે અને આ મામલે સચ્ચાઈ સામે લાવવા તે કોર્ટમાં જવા માંગે છે. છોકરીના પરિવારની ફરિયાદ બાદ ક્રિમિનલ કેસ નોંધી લેવામાં આવ્યો છે. બીજી તરફ બારમાં હાજર એક ખેલાડીએ બેલ્જિયમ મીડિયા સાથે વાતચીતમાં માન્યું કે જે થયું તે ખોટું થયું.


આ ટીમના ખેલાડીઓ પર રેપ કરી MMS બનાવ્યો હોવાનો આરોપ
11 ખેલાડીઓ પર પ્રતિબંધ

ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કહ્યું કે, 'ખેલાડીઓ આમાં સામેલ હતા હાલ આટલું જ જાણવા મળ્યું છે, પરંતુ સમગ્ર ઘટના વિશે જાણકારી નથી. અમે સમગ્ર તપાસ કરીશું.' ઘટના બાદ ક્લબે કેટલાક ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે જ્યારે એક ખેલાડીને 11 મહિના માટે ટીમથી બહાર કરી દીધો છે. ક્લબના પ્રેસીડેન્ટ જોસેફ ગૈલાર્ડે વેબસાઈટને આપેલ નિવેદનમાં હ્યું કે, 'આ સ્કેન્ડલમાં કેટલાક ખેલાડીઓ સામેલ હોવાનો પતો લગાવી શક્યા છીએ. તેમના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે અમને સમગ્ર ઘટનાની જાણકારી નથી.'


source: oneindia.com

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD