આ ફૂટબોલ ક્લબમાં ઇંગ્લેન્ડના ક્રિકેટરોએ લીધી ટ્રેનિંગ

Indian News

Indian News

Author 2019-10-17 21:16:20

img

ઇંગ્લેન્ડના ક્રિકેટરો જો ડેનલી અને સેમ બિલિંગ્સે ન્યુઝીલેન્ડ પ્રવાસની તૈયારી ક્રિસ્ટલ પેલેસ ફૂટબોલ ક્લબમાં કરી છે. જો ડેનલી અને સેમ બિલિંગ્સે ક્રિસ્ટલ પેલેસ ક્લબમાં છેલ્લા અઠવાડિયે સંપૂર્ણ ટ્રેનીંગ કરી છે. ઇંગ્લેન્ડને આગામી મહીને ન્યુઝીલેન્ડમાં ટી-૨૦ અને ટેસ્ટ સીરીઝ રમવાની છે.

આ ટ્રેનીંગ બાદ ક્રિસ્ટલ પેલેસ ક્લબના મેનેજર રોય હોજસને ટીમના રાઈટ બેક જોએલ વાર્ડની સાથે કેંટ કાઉન્ટી ક્રિકેટ કબલનો પ્રવાસ કર્યો હતો. વાર્ડે ઇન્ડોર એકેડમીમાં બોલિંગ મશીન સામે બેટિંગ પણ કરી હતી. જો ડેનલી અને સેમ બિલિંગ્સ ઈંગ્લીશ કાઉન્ટીમાં કેંટનું પ્રતિનિધિત્વ કરે છે. જો ડેનલી ઓસ્ટ્રેલિયા સામે ડ્રો રહેલી એશીઝ સીરીઝમાં ઇંગ્લેન્ડ ટીમના મહત્વના અંગ હતા.

સેમ બિલિંગ્સને બાળપણમાં સ્પર્સ એકેડમીમાં ટ્રાયલ માટે બોલાવવામાં આવ્યા હતા જ્યારે ડેનલી ચાર્લટન એથલેટીક ક્લબમાં વિંગરના રૂપમાં રમી ચુક્યા છે.

જો ડેનલી અને સેમ બિલિંગ્સને આ પ્રીમિયર લીગ ક્લબની મેચ પૂર્વે તૈયારી માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ બંનેએ ફૂટબોલના પોતાના જ્ઞાનની પ્રભાવિત કર્યા અને ક્લબે તેમને ફૂલ સેશન માટે આમંત્રિત કર્યા હતા. આ સેશનમાં તેમને પેલેસ ટીમના ગોલકીપરથી બોલ રીસીવ કરી તેને સેન્ટ્રેલ મીડફિલ્ડ પ્લેયરને પાસ કરવાનો હતો.

ડેનલીએ કહ્યું કે, અમે કદાચ પ્રથમ ટેસ્ટ પાસ કરી લીધો પરંતુ મને નથી લાગતું કે, જ્યારે કીપર અમને બોલ આપી રહ્યા હતા ત્યારે મેં સારુ પ્રદર્શન કર્યું હતું. હું અહીં આવ્યા પહેલા પોતાને સારો ફૂટબોલર સમજતો હતો પરંતુ હવે મારી ધારણા બદલાઈ ગઈ છે. અમે વોર્મઅપ દરમિયાન ફૂટબોલ રમે છે પરંતુ તેમનું સ્તર અલગ હોય છે. ક્રિસ્ટલ પેલેસમાં ખેલાડીઓની સ્પીડ જોઇને સારુ લાગ્યું.

સેમ બિલિંગ્સે જણાવ્યું છે કે, મને ક્રિકેટ ટ્રેનિંગની જગ્યાએ આ સેશન સારી લાગ્યું હતું. બીજી રમતની ટોપ ટીમને ટ્રેનિંગ કરતા જોવી હંમેશા સારી લાગે છે, તેનાથી તમે ઘણું બધુ શીખી શકો છો.

visit Vishvagujarat.com

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN