આ ભારતીય ક્રિકેટરના ઘરે બંધાશે પારણું, બીજી વખત બનશે પિતા
ભારતના વિકેટકીપર ઋદ્ધિમાન સાહાએ કહ્યું છે કે, તેની પત્ની રોમી મિત્રા ટૂંક સમયમાં જ માતા બનવા જઈ રહી છે. સાહાએ ટ્વીટર પર પોતાના ફેન્સને આ જાણકારી આપી હતી.
This birthday is a bit special…we are eagerly waiting to welcome a new addition to our family. Proudly announcing that we are expecting a baby for the second time! Keep us in your prayers! 殺 @Romimitra pic.twitter.com/ILFbUUiu5S
— Wriddhiman Saha (@Wriddhipops) October 24, 2019
ઋદ્ધિમાન સાહાએ ટ્વીટ કરીને કહ્યું કે, આ જન્મદિન મારા માટે વિશેષ છે. અમે અમારા ઘરમાં નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છીએ, અમે ગર્વની સાથે એ ઘોષણા કરી રહ્યા છે કે, અમે બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છીએ. અમારા માટે દુઆ કરજો.
સાહા 2015માં મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસ લીધા બાદ વિકેટકીપરના રોલ માટે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પહેલી પસંદ છે. દક્ષિણ આફ્રિકાની સામે હાલમાં જ સમાપ્ત થયેલ સીરિઝમાં સાહાએ ત્રણેય મેચોમાં વિકેટકીપર બેટ્સમેનની ભૂમિકા નિભાવી છે.