આ મામલે હિટમેન રોહિતની આસપાસ પણ નથી રનમશીન વિરાટ કોહલી

Indian News

Indian News

Author 2019-10-03 15:15:00

img

રોહિત શર્માને જેવી ટેસ્ટમાં ઓપનિંગ કરવાની તક મળી તેને તે તકને બંને હાથે ઝડપી લીધી છે. ટેસ્ટમાં ઓપનિંગ ડેબ્યુ કરી રહેલા રોહિતે કમાલ કરીને દેખાડ્યો છે. સાઉથ આફ્રિકા સામેની વિશાખાપટ્ટનમમાં રમાઇ રહેલી પહેલી ટેસ્ટમાં રોહિતે 176 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. 224 બોલની આ ઇનિંગમાં રોહિતે 23 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવ્યા હતા.

રોહિત શર્માએ સાબિત કર્યું કે શરૂઆતના બેટ્સમેન તરીકે તે માત્ર મર્યાદિત ઓવરના ફોર્મેટનો હીરો નથી, પરંતુ તેણે ટેસ્ટ મેચોમાં પણ આ જ માર્ગ અપનાવ્યો છે. રોહિતે આ સાથે ઘણાં રેકોર્ડ પર પોતાનું નામ લખાવ્યું છે અને તેમાંથી એક રેકોર્ડ એવો છે જે વિરાટ કોહલી પણ દૂર છે. રોહિત શર્માએ ભારતીય ભૂમિ પર પોતાની 10મી ટેસ્ટ રમીને 94.50 ની તોફાની સરેરાશ હાંસલ કરી છે.

કારકિર્દી દરમિયાન ઘરેલુ ધરતી પર ઓછામાં ઓછી 10 ટેસ્ટ મેચ રમનારા ખેલાડીઓની સર્વોચ્ચ સરેરાશ વિશે વાત કરવામાં આવે તો, ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેન રોહિતથી આગળ છે.

બ્રેડમેને 33 ટેસ્ટ મેચની 50 ઇનિંગમાં 98.22ની સરેરાશથી રન 4322 રન બનાવ્યા હતા.
ડોન બ્રેડમેન પછી ઘરઆંગણે સૌથી વધારે સરેરાશ મામલે રોહિત બીજા સ્થાને છે. આગામી દિવસોમાં જો રોહિત તેની જોરદાર બેટિંગ ચાલુ રાખે તો તેની સરેરાશમાં સતત વધારો જોવા મળશે.

રોહિતે અત્યાર સુધીમાં 10 ટેસ્ટમાં 94.50 ની સરેરાશથી 945 રન બનાવ્યા છે. જેમાં તેની 4 સદી 5 અડધી સદીનો સમાવેશ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 177 રન છે. રન મશીન તરીકે ગણાતા કેપ્ટન વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે વર્તમાન ટેસ્ટ પહેલા ભારતમાં 64.88 ની સરેરાશથી રન બનાવ્યા છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN