ઇજા / હાર્દિકની લંડનમાં થઇ સર્જરી, કહ્યુ - 'જલ્દીથી પરત ફરીશ'

VTV Gujarati

VTV Gujarati

Author 2019-10-05 15:52:59

img

ટીમ ઇન્ડિયાના પેસ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની લંડનમાં સફળ સર્જરી થઇ ગઇ છે. હાર્દિકને પીઠના નીચેના ભાગમાં ઇજા પહોંચી હતી જે માટે તેણે સર્જરી કરાવવી પડી હતી. સર્જરી પછી હાર્દિક પંડ્યાએ 5 મહિના ગ્રાઉન્ડની બહાર રહેશે. હાર્દિકે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર એક ફોટો શૅર કરીને માહિતી આપી છે. 

  • ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની લંડનમાં પીઠના નીચલા ભાગની થઇ સર્જરી
  • ઇજાને કારણે સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ટેસ્ટ સીરિઝનો ભાગ નથી ઑલરાઉન્ડર હાર્દિક
  • ફોટોમાં બેડ પર સૂતેલો જોવા મળી રહ્યો છે હાર્દિક પંડ્યા, ફેન્સનો આભાર માન્યો

25 વર્ષના હાર્દિકે શનિવારે સોશ્યલ મીડિયા પર કહ્યુ કે, ''સર્જરી સફળ રહી. તમારી પ્રાર્થના માટે આભાર, જલ્દીથી પરત ફરીશ, ત્યાં સુધી મને યાદ કરતા રહેજો.'' આ સાથે જ તેણે હોસ્પિટલ બેડ પર સૂતા એક ફોટો શૅર કરી છે.

માનવામાં આવી રહ્યુ છે કે હાર્દિકને પરત ફરતા લગભગ 5 મહિનાનો સમય લાગી શકે છે. બરોડના આ ઑલરાઉન્ડરને સાઉથ આફ્રિકા વિરુદ્ઘની ટેસ્ટ સીરિઝમાં શામેલ કરવામાં આવ્યો નથી. આ સિવાય પેસર જસપ્રીત બુમરાહ પણ ઇજાને કારણે ટીમમાંથી બહાર છે.

હાર્દિકે સાઉથ આફ્રિકા વિરુદ્ઘ T-20 સીરિઝ રમી હતી, જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ઘની આગામી T-20 સીરિઝમાં તે ભાગ નહી હોય. એશિયા કપ દરમિયાન ગત વર્ષે સપ્ટેમ્બરમાં પહેલી વખત ઈજા પહોંચી હતી. જોકે તેણે જલ્દી રિકવર કર્યુ અને તેણે IPL પછી વર્લ્ડ કપ 2019માં પણ ભાગ લીધો હતો.

25 વર્ષીય ઑલરાઉન્ડર પંડ્યાએ 11 ટેસ્ટમાં 17 વિકેટ લેવાની સાથે 532 રન બનાવ્યા છે. તેણે 54 વનડેમાં 937 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે 40 T-20 માં 310 રન બનાવવાની સાથે 38 વિકેટો પણ લીધી છે.

Follow @vtvgujarati

sportsCricketTeam IndiaHardik pandya

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD