ઈન્જર્ડ થયા બાદ રોહિત ફીટ

Indian News

Indian News

Author 2019-11-02 18:27:25

નવી દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી ટી-૨૦ મેચ આવતીકાલે રમાવાની છે, પણ આ ટી-૨૦ સીરીઝ પહેલા ભારત માટે માઠા સમાચાર આવતા - આવતા રહી ગયા હતા. વાસ્તવમાં ગઈકાલે પ્રેકટીસ-સેશન દરમિયાન ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહેલા રોહિત શર્માને ડાબા ઘૂંટણની ઉપર જાંઘ પર બોલ વાગ્યો હતો અને ત્યારબાદ તે પ્રેકટીસ સેશન અધવચ્ચે મૂકીને ચાલ્યો ગયો હતો. જો કે પછીથી ભારતીય ક્રિકેટ બોર્ડની મેડીકલ ટીમે જાહેર કર્યુ હતું કે રોહિત એકદમ ફીટ છે અને તે બાંગ્લાદેશ સામેની ટી-૨૦ મેચ રમી શકશે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN