એક ભારતીય બુકીને કારણે શાકિબ બે વર્ષ માટે થયો છે સસ્પેન્ડ

Indian News

Indian News

Author 2019-10-30 22:43:19

દુબઈ - એક ભારતીય કથિત બુકીએ 2017ની સાલના ઉત્તરાર્ધથી ભ્રષ્ટાચારના ઈરાદે પોતાનો અનેક વાર સંપર્ક કર્યો હોવા છતાં બાંગ્લાદેશના અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ક્રિકેટ સત્તાવાળાઓને જાણ ન કરી એ ગુનાસર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ એને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે.

શાકિબને આઈસીસીના ભ્રષ્ટાચાર-વિરોધી આચારસંહિતાનો ભંગ કરવા બદલ ગુનેગાર ગણવામાં આવ્યો છે.

એની પર આરોપ છે કે દિપક અગ્રવાલ નામના એક કથિત ભારતીય બુકીએ 2018ના જાન્યુઆરીમાં બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની ટ્રાઈ-સિરીઝ દરમિયાન બે વખત અને 2018ના એપ્રિલમાં આઈપીએલ સ્પર્ધા વખતે એક વાર શાકિબનો સંપર્ક કર્યો હતો.

અગ્રવાલની શંકાસ્પદ હિલચાલના મામલે શરૂ કરાયેલી તપાસના ભાગરૂપે આઈસીસીના એન્ટી-કરપ્શન યુનિટના અધિકારીએ આ વર્ષમાં બે વખત શાકિબની સાથે વાતચીત કરી હતી, પહેલાં ગઈ 23 જાન્યુઆરીએ અને પછી 27 ઓગસ્ટે.

શાકિબ સાથેની વાતચીતની વિગતો આઈસીસીએ શેર કરી છે, જે નીચે મુજબ છેઃ

મુસીબતના સમયમાં પત્ની ઉમ્મી છે શાકિબની પડખે.

શાકિબ પર એક વર્ષનો સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે અને 12 મહિનાની મુદતનો સસ્પેન્ડેડ પ્રતિબંધ મૂકાયો છે. આને કારણે શાકિબ આવતા વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં અને ઓસ્ટ્રેલિયામાં આવતા વર્ષની 18 ઓક્ટોબરથી 15 નવેંબર સુધી રમાનાર ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં રમી નહીં શકે.

શાકિબ પરના પ્રતિબંધ મામલે એની પત્ની ઉમ્મી એહમદ શિશિરે ફેસબુક પર નિવેદન પોસ્ટ કર્યું છે. એણે પતિ શાકિબનો પક્ષ લઈને શાકિબે ક્રિકેટમાં કરેલા જોરદાર કમબેક વિશે લખ્યું છે. એણે લખ્યું છે કે, મહાન બનવું કંઈ આસાન હોતું નથી. કોઈ પણ માનવી રાતોરાત મહાન બની શકતો નથી. એણે એ દરમિયાન અનેક પ્રકારની ચડતી-પડતીનો સામનો કરવો પડે છે. મુસીબતના સમયમાં શાકિબ મગજને શાંત રાખીને મજબૂત રીતે પુનરાગમન કરવાનું જાણે છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD