એમએસ ધોનીએ હવે સંન્યાસ લઇ લેવો જોઇએ: ગૌતમ ગંભીર

Indian News

Indian News

Author 2019-10-01 15:05:29

img

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર પોતાના નિવેદનને લઇને જાણીતો છે. ગંભીરે હવે એમએસ ધોનીના (MS Dhoni) સંન્યાસને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. ગૌતમ ગંભીરે કહ્યું કે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાનો નિર્ણય ધોની ઉપર છોડવો બરાબર નથી. મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) 2023ના વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે મેદાનમાં ઉતરે તેવુ મને લાગતુ નથી.

ક્રિકેટરમાંથી નેતા બનેલા ગૌતમ ગંભીરે કહ્યું હતું કે મને નથી લાગતું કે નિવૃત્તિ લેવાનો નિર્ણય અંગત હોય છે. જ્યાં સુધી તમે રમવા માંગો છો તમને રમવા દેવામાં આવે છે પણ તમારે ભવિષ્ય તરફ જોવાની જરુર છે. મને નથી લાગતું કે ધોની 2023નો વર્લ્ડ કપ રમે. આવા સમયે કોઈ પણ કેપ્ટન તે વિરાટ કોહલી (Virat Kohli)હોય તે બીજો કોઈ.

તેમણે હિંમત બતાવી કહેવું જોઈએ કે આ ખેલાડી ભવિષ્યની યોજનાઓમાં ફિટ બેસી રહ્યો નથી. સમય આવી ગયો છે કે આગામી ચાર-પાંચ વર્ષો માટે કેટલાક યુવા ખેલાડીઓને શોધવાનું કામ કરવામાં આવે. અહીં વાત ધોનીની નથી પણ દેશની છે. વાત વર્લ્ડ કપ જીતવાની છે.

ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાએ આગામી વર્લ્ડ કપ માટે વિકેટકીપર તરીતે ઋષભ પંત (Rishabh Pant) કે સંજૂ સેમસન(Sanju Samson)ને તક આપવી જોઈએ. જો ઇમાનદારીથી કહું તો ધોનીથી આગળ જોવાનો સમય આવી ગયો છે.

ગંભીર કરતા અલગ મત વ્યક્ત કરતા સુરેશ રૈનાએ કહ્યું હતું કે ધોની આગામી વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો મહત્વપૂર્ણ ભાગ હોઈ શકે છે. ધોની હજુ ફિટ છે અને શાનદાર વિકેટકીપર છે. તે રમતનો મહાન ફિનિશર છે. તેનામાં હજું ઘણું ક્રિકેટ બાકી છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN