એમસીસીના માનદ આજીવન સભ્ય પસંદ કરવામાં આવ્યા ગ્રીમ સ્મિથ

Indian News

Indian News

Author 2019-10-24 12:16:26

img

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ગ્રીમ સ્મિથને મેરીલેબોન ક્રિકેટ ક્લબના માનદ આજીવન સભ્ય પદ માટે ચૂંટવામાં આવ્યા છે. એમસીસીએ ટ્વીટર પર ગતિમ સ્મિથની સભ્યતાની જાહેરાત કરી છે. એમસીસીએ ટ્વીટ કરી છે, 'એમસીસી આજે સાઉથ આફ્રિકાના દિગ્ગજ ગ્રીમ સ્મિથને ક્લબના માનદ આજીવન સભ્ય ચૂંટવાની જાહેરાત કરી છે.

સાઉથ આફ્રિકા માટે એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૯૮૯ રન બનાવનાર ગ્રીમ સ્મિથે આ સમ્માન પર ખુશી વ્યક્ત કરી છે.

ગ્રીમ સ્મિથે ટ્વીટ કરી છે, 'ક્રિકેટના મક્કા અને એમસીસીના આ સમ્માન માટે આભાર. ત્યાંથી જોડાયેલ મારી ઘણી બધી યાદો છે તથા ભવિષ્યમાં વધુ યાદોને શેર કરવાને લઈને હું રોમાંચીત છુ.' ભૂતપૂર્વ બેટ્સમેન ગ્રીમ સ્મિથ ૨૨ વર્ષની ઉમરમાં સાઉથ આફ્રિકાના યુવા કેપ્ટન બન્યા હતા. તેમને ટેસ્ટ મેચમાં ૨૭ સદીની મદદથી ૯૨૬૫ રન બનાવ્યા હતા.

ગ્રીમ સ્મિથને ૨૦૦૪ માં વિઝડનના વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમને ઇંગ્લેન્ડના ૨૦૦૩ પ્રવાસ પર પ્રથમ બે ટેસ્ટમાં બે બેવડી સદી ફટકારી હતી. તેમને લોર્ડસ પર બીજી બેવડી સદી દરમિયાન આ મેદાન પર કોઈ વિદેશી ખેલાડી દ્વ્રારા સર્વાધિક સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો. ગ્રીમ સ્મિથે ૨૫૯ રનની ઇનિંગ રમી ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેનના ૭૩ વર્ષ જુના રેકોર્ડને તોડ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓફ સ્પિનર ટીમ મેને પણ માનદ આજીવન સભ્યતા આપવામાં આવી છે. આ બંને સિવાય આ વર્ષે પોલ કોલિંગવુડ, એબી ડી વિલિયર્સ, મિચેલ જોનસન અને એડ્રિયન મોર્ગનને એમસીસીની આજીવન સભ્યતા આપવામાં આવી ચુકી છે.

visit Vishvagujarat.com

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD