એલ્ગર-ડી કોકની સદી, ભારતને સાઉથ આફ્રિકાનો વળતો પ્રહાર

Indian News

Indian News

Author 2019-10-05 06:20:00

img

। વિશાખાપટ્ટનમ ।

ડીન એલ્ગર તથા ક્વિન્ટન ડી કોકે ભારતીય બોલર્સનો અડીખમ સામનો કરતા સાઉથ આફ્રિકાએ અહીં ભારત સામે રમાતી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે યજમાન ટીમને વળતી લડત આપી હતી. એલ્ગરે ૧૬૦ રનની લડાયક ઇનિંગ્સ રમી હતી અને તે ૨૦૧૦ બાદ ભારતની ધરતી ઉપર સદી નોંધાવનાર પ્રથમ સાઉથ આફ્રિકન બેટ્સમેન બની ગયો છે. ડી કોકે (૧૧૧) પોતાની આગવા અંદાજમાં બેટિંગ કરીને સદી ફટકારી હતી. બંનેની સદી વડે સાઉથ આફ્રિકાએ ત્રીજા દિવસની રમતના અંતે આઠ વિકેટે ૩૮૫ રન બનાવી લીધા હતા. પ્રવાસી ટીમ ભારતના સ્કોરથી હજુ ૧૧૭ રન પાછળ છે અને તેની બે વિકેટ અકબંધ છે. ભારતે મયંક અગ્રવાલના ૨૧૫ તથા રોહિત શર્માના ૧૭૬ રનની મદદથી સાત વિકેટે ૫૦૨ રન બનાવીને પ્રથમ દાવને ડિકલેર કર્યો હતો.

ભારત તરફથી ઓફ સ્પિનર અશ્વિન સૌથી સફળ બોલર રહ્યો હતો અને તેણે ૧૨૮ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. સ્ટમ્પના સમયે સેનુરન મુથુસામી ૧૨ તથા કેશવ મહારાજ ચાર રન બનાવીને રમી રહ્યા હતા.

પ્રથમ તબક્કામાં સાઉથ આફ્રિકાની મજબૂત શરૂઆત

પ્રવાસી સાઉથ આફ્રિકન ટીમે ત્રીજા દિવસે ત્રણ વિકેટે ૩૯ રનના સ્કોર સાથે શરૂઆત કરી હતી અને આ સમયે મેચ એકતરફી લાગતી હતી પરંતુ એલ્ગરે ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. એલ્ગર અને સુકાની ફાફ ડુ પ્લેસિસે (૫૫) પાંચમી વિકેટ માટે ૧૧૫ રનની ભાગીદારી નોંધાવી હતી. ત્યારબાદ ડી કોકે એલ્ગરને સાથ આપીને ટીમને ધીમે ધીમે જંગી સ્કોર તરફ આગળ વધારી હતી. અશ્વિને ડુ પ્લેસિસને આઉટ કર્યા બાદ ડી કોકને પણ બોલ્ડ કર્યો હતો. ડી કોકે અશ્વિનની બોલિંગમાં સિક્સર ફટકારી સદી પૂરી કરી હતી. એલ્ગરે ૨૮૭ બોલનો સામનો કરીને ૧૮ બાઉન્ડ્રી તથા ચાર સિક્સર ફટકારી હતી. ડી કોકે ૧૬૩ બોલમાં ૧૬ બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે ૧૧૧ રનનું યોગદાન આપ્યું હતું. ફિલાન્ડરને (૦) આઉટ કરીને અશ્વિને પોતાની પાંચમી વિકેટ પૂરી કરી હતી.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD