ઓટો રિક્ષાચાલક માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

Khabarchhe

Khabarchhe

Author 2019-10-06 15:00:25

img

ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, જનતાને હેલમેટ લેવા, PUC કઢાવવા અને HSRP નંબર પ્લેટ ફીટ કરાવવા માટે પૂરતો ટાઇમ મળી રહે, તે માટે 31 ઓક્ટોબર સુધી તારીખ લંબાવી દેવામાં આવી છે અને રવિવારની રજાના દિવસે પણ RTO અને ARTO ચાલુ રાખવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો અને રજાના રવિવારના દિવસે લોકો મોટી સંખ્યામાં આ જાહેરાતનો લાભ પણ લઈ રહ્યા છે.

ઓટોરિક્ષા માટે ગુજરાત સરકારે રાહત આપી છએ. ઓટોરિક્ષા માટે પરમીટ ભંગની કલમ 192A હેઠળના ગુના માટે 10000 રૂપિયાની માંડવાળ ફી છે, તેમાં રાહત આપવામાં આવી છે અને માંડવાળની ફી ઘટાડીને 2500 રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય LMVમા રિક્ષાનો સમાવેશ થયો હોવાથી ડ્રાઇવિંગ ટેસ્ટમાં રિક્ષાનો ઉપયોગ કરવાની પરવાનગી આપવા અંગે સરકારે નિર્ણય લીધો છે કે ડ્રાઇવિંગ ટ્રેક પર રિક્ષા દ્વારા જ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

img

હવે દશેરાની જાહેર રજા આવવાની છે, ત્યારે જો તમે પ્લાન બનાવીને બેઠા હોવ કે દશેરાની રજાના દિવસે RTOમા જઇને કામ પતાવી આવીશું, તો તમને જણાવી દઇએ કે 8-10-2019ના રોજ દશેરાના તહેવારની RTO/ARTOની તમામ કચેરીમાં રજા રહેશે. પરંતુ તમે શનિવાર અને રવિવારની જાહેર રજાઓમાં તમારું કામ કરાવી શકશો.

img

હેલમેટ-PUC-HSRPની છેલ્લી તારીખ લંબાવાઈ

ગુજરાતના વાહનચાલકો માટે મોટી ખુશખબર આવી છે. જો તમારે હજુ પણ હેલમેટ ખરીદવાનું બાકી અને PUC કઢાવવાની બાકી હોય તો સરકારે તારીખ લંબાવી દીધી છે. પહેલા 16 ઓક્ટોબરના રોજ છેલ્લી તારીખ રાખવામાં આવી હતી, પરંતુ હવે હેલમેટ, PUC અને HSRP નંબર પ્લેટ ફીટ કરાવવાની તારીખ લંબાવીને 30 ઓક્ટોબર કરવામાં આવી છે. એટલે કે 30 ઓક્ટોબર સુધીમાં વાહનચાલકે નવા ટ્રાફિકના નિયમોના દંડથી બચવા અપ ટુ ડેટ થઇ જવું પડશે.

img

કેમ વધારવામાં આવી તારીખ...

16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં નવા ટ્રાફિકના નિયમની અમલવારી શરૂ થઇ ગઈ છે. નવા નિયમોની અમલવારી થતા લોકો PUC સેન્ટર પર અને RTO પર તેમને ખૂટતા પૂરાવાઓ મેળવવા માટે લાઈનો લગાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા વાહન વ્યવહારમંત્રી આર. સી. ફળદુએ લોકોને પડતી મુશ્કેલીને લઇને બે મહત્ત્વની જાહેરાત કરી હતા.

img

વાહન વ્યવહારમંત્રી આર. સી. ફળદુએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નવા નિયમોને લઇને સમાજ જીવનમાંથી જે રજૂઆતો આવે છે કે, એટલા ઝડપથી હેલમેટ ઉપસ્થિત નહીં થાય એટલે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. લોકોની આ રજૂઅતોને લઇને 15 ઓક્ટોબર સુધી મુદ્દત લંબાવવા માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ કેબિનેટમાં થયેલી ચર્ચામાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. PUC બાબતે પણ જિલ્લા મથકે લોકોની લાંબી લાંબી લાઈનો લાગે છે. જેથી લોકોનો સમય બગડે છે. આ વાતની રજૂઆતોને ધ્યાનમાં લઈ કેબિનેટમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે અને PUCની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

વાહન વ્યવહારમંત્રી આર. સી. ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 900 જેટલા PUC સેન્ટર ખુલે તે માટે રાજ્ય સરકારે સોર્ટ નોટિસથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. આગામી 10 દિવસમાં આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને રાજ્યમાં નવા PUC સેન્ટરો ખુલે અને વાહન ધારકોને PUC વહેલી તકે મળી રહે, તે માટે બીજા 15 દિવસની મુદ્દત લંબાવવાનો નિર્ણય કેબિનેટે લીધો છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN