કપિલ દેવે સીએસી ચીફના હોદ્દાથી આપેલું રાજીનામુ

Indian News

Indian News

Author 2019-10-02 23:15:00

img

પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની ક્રિકેટ સલાહકાર સમિતી (સીએસી)માંથી રાજીનામુ આપી દીધું છે. પોતાના નેતૃત્વમાં ભારતને પ્રથમ વખત વર્લ્ડકપ ચેÂમ્પયન બનાવનાર કપિલ સીએસીના પ્રમુખ તરીકે હતા. ઇ-મેઇલ મોકલીને કપિલ દેવે પોતાના નિર્ણય અંગે માહિતી આપી દીધી છે. કપિલ દેવે સીએસીના પ્રમુખ તરીકે રહીને રવિ શા†ીને ફરીવાર ભારતીય ક્રિકેટ ટીમના ચીફ કોચ તરીકે નિમ્યા હતા. આ સમિતિ ઉપર પુરુષ અને મહિલા ટીમના હેડ કોચને ચૂંટી કાઢવા માટેની જવાબદારી હતી. કપિલના નેતૃત્વવાળી આ સમિતિએ તમામ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા ત્યારબાદ શા†ીને ફરી એકવાર કોચ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યો હતો. ૬૦ વર્ષીય કપિલ દેવ પહેલા આ સમિતિના અન્ય સભ્યો અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ ખેલાડી શાંતા રંગાસ્વામી પણ રાજીનામુ આપી ચુકી છે.

સંદીપ પાટિલે પણ રાજીનામુ આપી દીધું છે. હિતો સાથે સંઘર્ષના મામલામાં રાજીનામુ આપવાની ફરજ પડી છે. કપિલને બીસીસીઆઈના ઓફિસર બીકે જૈનને સપ્ટેમ્બરમાં નોટિસ ફટકારી હતી. શાંતા અને સીએસીના અન્ય સભ્યો ગાયકવાડને પણ નોટિસ ફટકારવામાં આવી હતી.

એમપીસીએના સભ્ય સંજીવ ગુપ્તાએ સીએસીના સભ્યોની સામે ફરિયાદમાં દાવો કર્યો હતો. તેઓ કેટલીક ભૂમિકા અદા કરી રહ્યા હતા. કપિલ ઉપર હિતોના સંઘર્ષનો મામલો હતો. કારણ કે, તેઓ કોમેન્ટેટર, ફ્લડ લાઇટ કંપનીના માલિક અને સીએસસી ઉપરાંત ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના સભ્ય તરીકે છે. શાંતા પણ ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનમાં ભૂમિકા અદા કરી રહી છે. ભારતને પોતાના નેતૃત્વમાં પ્રથમ વખત ૧૯૮૩માં વર્લ્ડકપ જીતાડનાર કપિલે ટેસ્ટ ક્રિકેટમાં ૧૩૧ ટેસ્ટ મેચ રમી હતી.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN