કલેક્ટરે પોતાને જ ફટકાર્યો 5000નો દંડ, જાણો આખો મામલો

Khabarchhe

Khabarchhe

Author 2019-10-09 23:18:43

img

મહારાષ્ટ્રમાં ગયા વર્ષે પ્લાસ્ટિક પર કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો તે છતાં જો સરકારી કચેરીઓ તેનું ઉલ્લંઘન કરવાનું શરૂ થાય, તો સામાન્ય લોકોને શું સંદેશ મોકલવામાં આપી શકાશે? મહારાષ્ટ્રના બીડ કલેક્ટર અસ્તિકકુમાર પાંડેએ પણ કંઈક આવું જ વિચાર્યું . બીડમાં કલેક્ટર કચેરીમાં પ્લાસ્ટિકના કપના ઉપયોગ પર કલેકટરે જાતે 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

સોમવારે બીડ જિલ્લા વહીવટીતંત્રે કલેક્ટર કચેરી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે તે ઉમેદવારોના નામ જાહેર કરવાના હતા જેમણે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા હતા. આ સમય દરમિયાન પત્રકારોને પ્લાસ્ટિકના કપમાં ચા પીરસવામાં આવી જેના પર એક પત્રકારનું ધ્યાન ગયું અને તેણે કલેક્ટર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો. પત્રકારે સવાલ કરતા કલેકટરે ભૂલ સ્વીકારી અને પોતાને દંડ ફટકારવાનો નિર્ણય કર્યો.

img

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રેસ કોન્ફરન્સ બાદ કલેક્ટર કચેરીમાં જ પ્લાસ્ટિક પ્રતિબંધના ભંગ અંગે અધિકારીઓનો ક્લાસ લીધો હતો. છેલ્લા આઠ દિવસમાં કલેક્ટર કચેરીમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે દંડ કરવાનો આ બીજો કેસ છે. આ અગાઉ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા આવેલા ઉમેદવાર તેની જામીન રકમ પ્લાસ્ટિકની થેલીમાં લઇને આવ્યા હતા. જ્યારે અધિકારીઓએ આ વાતની નોંધ લીધી ત્યારે તેના પર 5000 રૂપિયા પર દંડ ફટકારી દીધો હતો

આસ્તિકકુમાર અગાઉ અકોલાના કલેક્ટર હતા ત્યારે પીડબ્લ્યુડી ઓફિસની મુલાકાત દરમિયાન દિવાલ પર પાન અને ગુટખાની પીક જોતાં પરેશાન થઇ ગયા હતા. આ પછી આસ્તિકકુમારે પોતે તેને સાફ કરવાનું શરૂ કર્યું. તેની તસવીર સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ હતી.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD