કાર્તિક T20 વર્લ્ડકપમાં બનવા માંગે છે આ પ્રકારનો ધોની

Indian News

Indian News

Author 2019-11-01 12:30:00

img

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે મહેન્દ્ર સિંહ ધોની બનવાની ઈચ્છા જાહેર કરી છે. વિજય હજારે ટ્રોફીમાં તમિલનાડુની ટીમનું નેતૃત્વ કરી રહેલા દિનેશ કાર્તિકની નજર હવે આવતા વર્ષે થનારા T20 વર્લ્ડ કપ પર છે. તેનું કહેવું છે કે, વર્લ્ડ કપમાં તે એક ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે.

આ વર્ષે વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો રહેલા કાર્તિકને પંત પહેલા ટીમમાં ચાન્સ મળ્યો હતો. પણ તે પોતાનું સ્થાન જમાવી રાખવામાં નિષ્ફળ રહ્યો અને ટીમમાંથી બહાર થઈ ગયો. જોકે, ઘરેલું ટુર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીમાં તે ફિનિશરની ભૂમિકા નીભાવી રહ્યો છે.

કાર્તિકનું કહેવું છે કે, વર્લ્ડ T20માં તેનું ધ્યાન વિકેટકીપર બેટ્સમેન અને ફિનિશરની ભૂમિકા પર રહેશે.

તેનું માનવું છે કે, તેની પાસે પંસદગીકારોનો વિશ્વાસ હાંસલ કરવા માટે ઘણો સમય છે. માટે તે ઘરેલૂ ક્રિકેટ પર વધારે ધ્યાન આપી રહ્યો છે. તે સતત રન બનાવવા અને મેચ ફિનિશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

દિનેશ કાર્તિકે જણાવ્યું કે, વર્લ્ડ કપને લગભગ 1 વર્ષની વાર છે. હું પર્ફોમ કરી શકું છું. ઘરેલૂ ક્રિકેટમાં સારું પ્રદર્શન આપી હું ત્યાં રમી શકું છું. તેનું માનવું છે કે તે ભારતીય ટીમને એ દુવિધામાંથી નીકાળી શકે છે જે ભારતીય ટીમ માટે મોટેભાગે મહેન્દ્ર સિંહ ધોની નીચલા ક્રમે કરે છે.

કાર્તિકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોની પહેલા ડેબ્યૂ કરેલું. પણ કાર્તિકને એટલી તક નથી મળી જેટલી ધોનીને મળી છે. તેણે કહ્યું, મારું માનવું છે કે, હું ધોનીની જેમ મેચ ફિનિશરની જેમ ઘણાં વર્ષ રમી શકુ છું. હું આવું કરી શકું છું. કારણ કે, હું KKR અને તમિલનાડુ માટે આવું કરી શક્યો છું.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD