કાલથી સુરતમાં ભારત અને સા.આફ્રિકાની મહિલા T20ની મેચ રમાશે

News18

News18

Author 2019-10-03 02:02:13

img

કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના (surat) લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ઇન્ટરનેશનલ ભારત (India) અને સાઉથ આફ્રિકાની (south africa) મહિલા ટી20 સિરીઝ ચાલી રહી છે જેમાં પહેલી મેચ બાદ સતત બે મેચમાં વરસાદ પડતાં બે બેચ કેન્સલ કરવામાં આવી હતી. જોકે સુરતમાં ક્રિકેટના (cricket) ફેન ને જોઈને વધારાની એક મેચ આવતી કાલે રમાંળવાનું નક્કી થતા ક્રિકેટ ફેન ખુશીનો કોઈ પાર નથી.

સુરતના ઇતિહાસમાં પહેલી વાર ઇન્ટરનેશનલ મેચ સુરતના ભાગે આવી હતી. જોકે મહિલા ક્રિકેટ ટી 20 મેચનો લઈને સુરતના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ને લઈને પહેલા દિવસે સુરત ક્રિકેટ ફેન નો ધસારો જોઈને આઇસીસી પણ વિચારમાં પડી ગઈ હતી.

સુરતમાં ક્રિકેટના આટલા મોટા ફેન છે પણ વરસાદને લઇને બે મેચ કેન્સલ થઈ હતી. જોકે જેને લઈને ક્રિકેટ ફેનમાં નારાજગી જોવા મળી હતી. આ નારાજકી દૂર કરવા માટે અને ક્રિકેટના આ ફેન ખુશ કરવા માટે આવતીકાલે વધારાની એક મેચ રમાડવાનો નિર્ણય આઇસીસી (ICC) દ્વારા કરવામાં આવ્યો છે.

ભારત અને સાઉથ આફ્રિકાના બોર્ડની મંજૂરી બાદ આઈસીસી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈને ક્રિકેટ ફેન આનંદની લાગણી જોવા મળી હતી. જોકે આઈસીસી દ્વારા ચાલુ સિરીઝમાં વધારાની મેચ રમાઈ હોય તેઓ આ બીજો કિસ્સો જોવા મળી રહ્યો છે થોડા દિવસો અગાઉ ભારે વરસાદના કારણે શ્રીલંકાની મેચ આઈસીસી દ્વારા વધારવામાં આવી હતી ત્યારે સુરત માં ક્રિકેટ ફેન જોઈને મહિલા ક્રિકેટમા ચાલુ સીરીઝ દરમિયાન મેચ વધારા ની રમાડવામા આવે તેવો આ પ્રથમ બનાવ છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN