કાલે નાગપુરમાં આખરી-શ્રેણી માટે નિર્ણાયક જંગ

Indian News

Indian News

Author 2019-11-09 13:37:00

img

નાગપુર:
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો રાજકોટનો ટી20 ટીમ ઈન્ડીયાએ શાનદાર રમતથી જીતી લીધા બાદ હવે આવતીકાલે નાગપુરમાં અંતિમ ટી20માં ટ્રાફી કોની તે ખિતાબ નિશ્ર્ચિત થનાર છે અને તેથી આ આખરી જંગ રસપ્રદ બની રહેશે. બાંગ્લાદેશની ટીમે પ્રથમ ટી20માં ભારત પર પ્રભાવ પાડીને જીત મેળવી હતી અને બીજા ટી20માં સંપૂર્ણપણે ભારત હાવી રહ્યું હતું.
આમ બન્ને ટીમ 1-1 ટી20માં પ્રભાવશાળી રહ્યા છે. હવે આખરી ટી20 એ ભારત માટે તેની સર્વોપરીતા જાળવી રાખવા અને બાંગ્લાદેશ માટે પ્રથમ વખત ભારતની સામે ટી20 શ્રેણી જીતવાનો પડકાર છે. બાંગ્લાદેશ અગાઉ આ કમાલ વનડેમાં કરી જ ચૂકયું છે તેથી આ ટીમ મહત્વના મેચમાં અપસેટ કરવા માટે જાણીતી છે.

તેથી ભારત ટીમે સજાગ રહેવું પડશે. રાજકોટ વનડેમાં વિરાટની ગેરહાજરીમાં ટીમ ફકત રોહિત પર જ આધારીત છે તે સાબીત થયું છે અને તેથી ફરી એક વખત રોહિતે તેના હોમ સ્ટેટમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરશે તેવી અપેક્ષા છે અને બાંગ્લાદેશનું ટાર્ગેટ હવે રોહિત જ હશે તે નિશ્ર્ચિત છે. બીજી તરફ ભારતની બોલીંગ એટેકમાં યજુવેન્દ્ર ચહલ એ હુકમનો એકકો સાબીત થયો છે. તેણે રાજકોટ વનડેમાં 13મી ઓવરમાં ડબલ બ્રેક થ્રુથી બાંગ્લા ટીમને 153 સુધી સીમીત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે નાગપુરની વિકેટ પણ મહદ અંશે બેટીંગ વિકેટ છે અને તેથી ફરી રાજકોટ જેવી જ ગેઈમ જોવા મળી શકે છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD