કાલે ભારત- બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટી-૨૦

Indian News

Indian News

Author 2019-11-02 18:27:25

નવી દિલ્હી,તા. ૨ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ટ્વેન્ટી-૨૦ મેચોની શ્રેણીની પ્રથમ ટ્વેન્ટી મેચ આવતીકાલે રવિવારના દિવસે દિલ્હીમાં રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચને લઇને કરોડો ક્રિકેટ ચાહકો ભારે ઉત્સુક છે.

નવી દિલ્હીમાં અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે આ મેચ રમાનાર છે. ટ્વેન્ટી મેચ પહેલા અભ્યાસ દરમિયાન ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને ઇજા થઇ જતા ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. જો કે તે રમશે તેમ માનવામાં આવે છે. આ વખતે ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તે ટ્વેન્ટી શ્રેણીમાં રમનાર છે. તેની જગ્યાએ રોહિત શર્મા જ કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરનાર છે. રોહિત શર્માની ઇજાને લઇને કોઇ વાત કરવામાં આવી નથી.

રોહિતના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યુ છે કે તે નેટ પ્રકટીસ દરમિયાન ઘાયલ થયા બાદ પ્રેકટીસ કરી શક્યો ન હતો. કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા પરપ બેટિંગની સાથે સાથે કેપ્ટન તરીકેની પણ જવાબદારી રહેલી છે. સાથે સાથે તે હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આફ્રિકા સામે તાજેતરમાં જ રમાયેલી શ્રેણીમાં તેનો દેખાવ જોરદાર રહ્યો હતો.

શ્રેણીનો કાર્યક્રમ...

*ત્રીજી નવેમ્બરના દિવસે દિલ્હીમાં પ્રથમ ટ્રવેન્ટી મેચ ( પ્રસારણ સાંજે સાત વાગ્યા) સાતમી નવેમ્બરના દિવસે રાજકોટમાં બીજી ટ્વેન્ટી મેચ (પ્રસારણ સાંજે સાત વાગ્યા)

*૧૦મી નવેમ્બરના દિવસે રાજકોટમાં નાગપુરમાં ત્રીજી ટ્વેન્ટી મેચ રમાશે (પ્રસારણ સાંજે સાત)૧૪મી નવેમ્બરથી ઇન્દોરમાં પ્રથમ ટેસ્ટ ( પ્રસારણ સવારે ૯-૩૦)

*૨૨મી નવેમ્બરના દિવસે કોલકત્તામાં બીજી ટેસ્ટ.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN