કોહલીના દમ પર ભારતે બનાવ્યા 601 રન, બીજા દિવસના અંતે SA 36/3

Zee News

Zee News

Author 2019-10-12 00:09:09

img

નવી દિલ્હી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની ટેસ્ટ સરીઝના બીજી મેચ પૂણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ જીતીની ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં 5 વિકેટ ગુમાવીને ભારતીય ટીમે 601 રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમે તેની પ્રથન ઇનિંગના બીજા દિવસના અંત સુધીમાં 3 વિકેટ ગુમાવી 36 રન કર્યા હતા. ભારત માટે ઉમેશ યાદવે બે વિકેટ ઝડપી હતી. જ્યારે શામીએ એક વિકેટ મેળવી હતી. 

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમ સામે પહેલી ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 601 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. વિરાટ કોહલીએ 254 રન બનાવ્યા હતા. જે કોહલીના ટેસ્ટ કરિયરનો સૌથી વધુ સ્કોર વ્યક્તિગત સ્કોર છે. કોહલીએ તેની ઇનિંગમાં 336 બોલનો સામનો કરીને ત્રણ ચોક્કા અને બે સિક્સ મારી હતી, જાડેજાએ 104 બોલનો સામનો કર્યો હતો. તેણે તેની ઇનિંગમાં 8 ફોર અને 2 સિક્સ મારી હતી.

INDvsSA : વિરાટ કોહલીની વિરાટ સિધ્ધિ, ફટકારી 7 મી બેવડી સદી

આ બંન્ને સિવાય મયંક અગ્રવાલે 195 બોલમાં 16 ફોર અને 2 સિક્સ મારીને 108 રન બનાવ્યા હતા, જ્યારે રહાણેએ 59 રન અને ચેતેશ્વર પૂજારાએ 58 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકાની તરફથી રબાડાએ ત્રણ વિકેટ કેશવ મહારાજ અને સેનુપાન મુશુસામીએ એક-એક વિકેટ ઝડપી હતી.

કેપ્ટનોની 'એલીટ ક્લબ'માં સામેલ થયો કોહલી, 50 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનાર બીજો ભારતીય

ટેસ્ટમાં કોહલીની સાતમી ડબલ સદી 
કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ કરિયારની સાતમી ડબલ સદી ફટકારી હતી, મહત્વની વાત તો એ છે, કે તમામ સાત ડબલ સદી તેણે ટીમના કેપ્ટન બન્યા બાદ મારી છે, કોહલી કેપ્ટન તરીકે સૌથી વધારે ડબલ સદી મારનાર બેસ્ટમેનોના લિસ્ટમાં ટોપપર છે. આ લીસ્ટમાં વેસ્ટઇન્ડિઝના દિગ્ગજ ખેલાડી બ્રાયનલારા 5 ડબલ સદી ફટકારીને બીજા સ્થાને છે.

જુઓ LIVE TV : 

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD