કોહલીના નેતૃત્વમાં ઝડપી બોલરનું પ્રભુત્વ વધી ગયું
દક્ષિણ આફ્રિકા સામે હાલમાં જ ભારતે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી ૩-૦થી જીતી લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં હાલના ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ઝડપી બોલરોની ધાક વિશ્વ ક્રિકેટમાં વધી છે. આંકડા પરથી આનો અંદાજ મળી જાય છે. ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ઝડપી બોલરોએ એકંદરે ૫૧ ટેસ્ટ મેચોમાં ૪૨૦ વિકેટ લીધી છે જેમાં પાંચ વિકેટ ૧૬ વખત લેવામાં આવી છે. ઘરઆંગણે ૨૪ ટેસ્ટ મેચોમાં ભારતીય ઝડપી બોલરોએ ૧૩૭ વિકેટ અને વિદેશમાં ૨૭ ટેસ્ટ મેચોમાં ૨૮૩ વિકેટો ભારતીય બોલરોએ ઝડપી છે. ભારતીય બોલરોમાં પણ મોહમ્મદ સામી સૌથી ઉલ્લેખનીય બોલર તરીકે ઉભરી આવ્યો છે. આ ઉપરાંત ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને જસપ્રિત બુમરાહનો દેખાવ પણ કોહલીના નેતૃત્વમાં ખુબ શાનદાર રહ્યો છે.
કેપ્ટન તરીકે કોહલી હંમેશા ઝડપી બોલરોને ખુબ ઉપયોગી સૂચન કરે છે. સામી અને ઉમેશ યાદવે ખુબ શÂક્તશાળીરીતે બોલિંગ નાંખીને ઉલ્લેખનીય સફળતા અપાવી છે. જાન્યુઆરી ૨૦૧૫ બાદથી ઝડપી બોલરોનો દેખાવ જારદાર રહ્યો છે. જાન્યુઆરી ૨૦૧૫ બાદથી કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી.
ત્યારબાદથી ઝડપી બોલરો મોહમ્મદ સામી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, બુમરાહ અને કુમારે ૪૨૦ વિકેટ બાવન ટેસ્ટ મેચોમાં મેળવી છે. તમામ બોલરોના દેખાવને લઇને વિરાટ કોહલીએ પણ પ્રશંસા કરી છે. મોહમ્મદ સામીએ રાંચી ટેસ્ટ અંગે વાત કરતા કહ્યું હતું કે, વર્તમાન સિરિઝમાં ભારતીય ઝડપી બોલરોએ ૬૦ વિકેટો લીધી છે. આનો મતલબ એ થયો કે દરેક ૩૫ બોલમાં વિકેટ લેવામાં આવી છે. મુંબઈમાં એક કાર્યક્રમમાં વેસ્ટઇÂન્ડઝના મહાન ખેલાડી બ્રાયન લારાએ કહ્યું હતું કે, ભારતીય ઝડપી આક્રમણ તેને વેસ્ટઇÂન્ડઝના સુવર્ણયુગની યાદ અપાવે છે.