કોહલીને ICCથી તરફથી મળી સજા, મેદાન પર કરી હતી આ હરકત

Indian News

Indian News

Author 2019-09-24 14:40:00

img

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ICC તરફથી મોટો ઝટકો મળ્યો છે. વિરાટ કોહલીને સાઉથ આફ્રીકા સામેની ત્રીજી T-20 મેચ દરમિયાન દુર્વ્યવહાર કરવા માટે ચેતવણી આપવામાં આવી છે.

વિરાટ કોહલીને ICCએ એક ડીમેરિટ પોઇન્ટ પણ આપ્યો. કોહલીએ બેંગ્લોરમાં સાઉથ આફ્રીકા સામે રમાયેલી T-20 મેચ દરમ્યાન આફ્રીકન બોલર બ્યુરેન હેન્ડ્રિક્સ સાથે ચર્ચા દરમ્યાન પોતાનો ખભો ટકરાવ્યો હતો.

આ ઘટના બાદ કોહલીને સજાના ભાગ રૂપે ICCએ કોડ ઓફ કંડક્ટ અનુસાર લેવલ-1નો દોષી ગણ્યો છે.

સાથે જ કોહલીને વોર્નિંગ આપીને નેગેટિવ પોઇન્ટ પણ આપવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2016માં ICCના નવા નિયમ લાગુ થયા બાદ આ ત્રીજો એવો અવસર છે જયારે કોહલીના રેકોર્ડમાં નેગેટિવ પોઇન્ટ જોડવામાં આવ્યો છે.

રવિવારના રોજ રમાયેલી મેચમાં ભારતની ઇનિંગ્સ દરમ્યાન વિરાટ કોહલી બ્યુરેન હેન્ડ્રિક્સના બોલ પર દોડી રહ્યો હતો ત્યારે હેન્ડ્રિક્સ રસ્તામાં આવી ગયો હતો. આ કારણસર વિરાટે હેન્ડ્રિક્સને ખભાથી ધકેલીને બહાર કરી દીધો હતો.

બેંગ્લુરુમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક T-20 મેચમાં દક્ષિણ આફ્રીકાએ ભારતને 9 વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી દીધી હતી. દક્ષિણ આફ્રીકાએ તેમના બોલરોના શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે ભારતને મોટો સ્કોર કરતા અટકાવ્યું હતું. ટોસ જીત્યા પછી પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 134 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રીકા સામે જીતવા માટે 135 રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો.

ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ 36 રન બનાવ્યા. ધવને તેની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય રવિન્દ્ર જાડેજા-રિષભ પંતે 19-19થી સ્કોર કર્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડાએ ત્રણ, બોજોર્ન ફોર્ટિન અને બ્યુરેન હેન્ડ્રિક્સે બે-બે જ્યારે તબરેઝ શમસીએ એક વિકેટ લીધી હતી.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN