ક્રિકેટ / કોહલી ફરીથી કરશે જો આવી હરકત તો એની પર લાગશે બેન

Indian News

Indian News

Author 2019-09-26 16:55:13

img

ભવિષ્યમાં વિરાટને મેદાન પર સંભાળીને રહેવું પડશે નહીં તો એને ખૂબ મોટું નુકસાન ભોગવવું પડી શકે છે. કોહલીને દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ત્રીજી અને અંતિમ ટી-20 મેચ દરમિયાન મેદાન પર ખરાબ વર્તણૂંક માટે ચેતવણી આપવામાં આવી હતી. સાથે જ આઇસીસીએ કોહલીને એક ડિમેરિટ પોઇન્ટ પણ આપ્યો હતો.

  • વિરાટ પોતાની આક્રમકતાને સૌથી મોટી તાકાત માને છે
  • આઇસીસીએ કોહલીને એક ડિમેરિટ પોઇન્ટ પણ આપ્યો હતો
  • ત્રીજી તક છે, જ્યારે કોહલીના રેકોર્ડમાં ડિમેરિટ પોઇન્ટ જોડી દેવામાં આવ્યો હતો

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી મેદાનની અંદર પોતાના અગ્રેસિવ અંદાજ માટે જાણીતો છે, જેને એ પોતાનું સૌથી મોટું હથિયાર માને છે.

વિરાટ પોતાની આક્રમકતાને સૌથી મોટી તાકાત માને છે.

પરંતુ વિરાટની આ તાકાત હવે એના માટે મુસીબત ઊભી કરી શકે છે. હવે ભવિષ્યમાં વિરાટને મેદાન પર સંભાળીને રહેવું પડશે નહીં તો એને એનું ખૂબ મોટું નુકસાન ભોગવવું પડી શકે છે.

તાજેતરમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ત્રીજી અને અંતિમ ટી-20 મેચ દરમિયાન મેદાન પર ખરાબ વર્તણૂંક માટે ચેતવણી આપવામાં આવી હતી. સાથે જ આઇસીસીએ કોહલીને એક ડિમેરિટ પોઇન્ટ પણ આપ્યો હતો.

કોહલીએ બેંગ્લોરમાં દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ રમવામાં આવેલી ત્રીજી ટી-20 મેચ દરમિયાન આફ્રિકી બોલર બ્યૂરેન હેંડ્રિક્સથી ચર્ચા દરમિયાન ખભો અથડાયો હતો. આ મેચમાં ભારતની ઇનિંન્ગ દરમિયાન વિરાટ કોહલી બ્યૂરેન હેંડ્રિક્સના એક બોલ પર રન દોડી રહ્યો હતો, ત્યારે હેંડ્રિક્સ એના રસ્તામાં આવી ગયો. એની પર વિરાટે હેંડ્રિક્સને ખભાથી અથડાતા બહાર કરી દીધો હતો.

ત્યારબાદ સજા તરીકે આઇસીસીએ કોહલીના મેદાન પર ખરાબ વ્યવહાર માટે એમના અનુશાસનાત્મક રેકોર્ડમાં એક ડિમેરિટ પોઇન્ટ જોડી દીધો. કોહલીની આ હરકત બાદ એને આઇસીસીએ કોડ ઑફ કન્ડક્ટ પ્રમાણે લેવલ-1 નો દોષિત માનવામાં આવ્યા હતો.

સપ્ટેમ્બર 2016માં આઇસીસીના નવા નિયમો લાગૂ થયા બાદથી આ એવી ત્રીજી તક છે, જ્યારે કોહલીના રેકોર્ડમાં ડિમેરિટ પોઇન્ટ જોડી દેવામાં આવ્યો હતો. વિરાટના ખાતામાં હવે ત્રણઇ ડિમેરિટ પોઇન્ટ થઇ ગયા છે. આ પહેલા કોહલીને જાન્યુઆરી 2018માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ થયેલી ટેસ્ટ દરમિયાન પહેલી અને 22 જૂને ક્રિકેટ વર્લ્ડકપ 2019 દરમિયાન અફઘાનિસ્તાનની વિરુદ્ધ રમાયેલી મેચમાં બીજી ડિમેરિટ અંક મળ્યો હતો.

વિરાટ કોહલીને હવે જાન્યુઆરી 2020 સુધી સાવધાન રહેવું પડશે કે એની પર આ પ્રકારનો કોઇ આરોપ ફરીથી ના લાગે. જાન્યુઆરી 2020 સુધી જો એની પર આ પ્રકારનો કોઇ આરોપ લાગે છે તો એના રેકોર્ડમાં ડિમેરિટ પોઇન્ટની સંખ્યા 4 થઇ જશે. 4 ડિમેરિટ પોઇન્ટ હોવાની સાથે આઇસીસીના નિયમો હેઠળ વિરાટ કોહલી પર એક ટેસ્ટ, બે વનડે અથવા બે ટી-20 મેચો પર બેન લાગી શકે છે.

આઇસીસી નિયમો પ્રમાણે જ્યારે એક ખેલાડીના 24 મહિનામાં 4 અથવા એનાથી વધારે ડિમેરિટ પોઇન્ટ થાય છે તો એની પર બેન લગાવવામાં આવી શકે છે. એવામાં એની પર એક ટેસ્ટ અથવા બે વન ડે અથવા બે ટી-20માં રમવા પર બેન લગાવવામાં આવી શકે છે. આ એની પર નિર્ભર કરે છે કે એમાંથી કઇ મેચ પહેલા રમવામાં આવે છે.

આવતા ચાર મહિનામાં ભારતને સાઉથ આફ્રિકાની વિરુદ્ધત્રણ મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે. ત્યારબાદ બાંગ્લાદેશની વિરુદ્ધ નવેમ્બરમાં ટી-20 અને ટેસ્ટ સીરિઝમાં રમવાની છે અને પછી શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ઘરેલૂ સીરિઝ રમવાની છે.

  • 65000નું નવું સ્કૂટર ખરીદ્યું, શોરૂમની બહાર આવ્યું અને આવ્યો 1 લાખનો મેમો
  • ISRO કરતા પણ અગત્ય એવી દેશના વૈજ્ઞાનિકોની આ સંસ્થાને કેમ કોઈ જાણતું નથી?

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN