ખાવામાં વિરાટે આ ત્રણ વસ્તુઓ છોડી, બનાવી ફિટ બોડી

Indian News

Indian News

Author 2019-09-29 13:45:00

img

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને વિશ્વના સૌથી ફિટ ખેલાડીઓમાનો એક ગણવામાં આવે છે. વિરાટના ટીમમાં આવ્યા પછી ખેલાડીઓ ફિટનેસ પ્રત્યે પણ એટલું જ ધ્યાન આપે છે, જેટલું તેમની રમત પર આપે છે. જોકે, આ રીતની ફિટનેસ હાંસલ કરવી કોહલી માટે પણ સરળ નહોતી. તેણે પોતાના રુટિનમાં ખાસ્સો મોટો ફેરફાર કર્યો અને તેના ખાવા-પીવા પર ખાસ ધ્યાન આપ્યું. એ તો ઠીક પણ કોહલી જે પાણી પીએ છે તે ખાસ વિદેશથી મંગાવવામાં આવે છે.

આ ત્રણ વસ્તુઓનું આપ્યું બલિદાન

ફિટનેસના કારણે કોહલીએ થોડા મહિના પહેલા જ માંસાહારનો ત્યાગ કર્યો છે.

તે હવે માત્ર શાકાહારી વસ્તુઓનું જ સેવન કરે છે. તેણે આ વિશે કહેલું કે, તેની પાચનશક્તિ વધારે મજબૂત બની છે. અને પહેલાની તુલનામાં મારી આક્રમકતા પણ મેદાન પર ઓછી થઈ છે. દુનિયામાં એવા ઘણાં ક્રિકેટરો છે જેમણે નોનવેજ છોડી દીધું છે. જેસન ગિલેસ્પી, પીટર સિડલ અને એડમ ઝામ્પા જેવા અમુક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ છે, જેમણે શાકાહાર અપવાની લીધું છે.

કોલ્ડ ડ્રિંકઃ

આપણે તો આ પીણું ફાસ્ટ ફુડની સાથે લેતા રહીએ છીએ. પણ કોહલીએ તેનો ઘણાં વર્ષોથી ત્યાગ કરી દીધો છે. તેણે એક મોટી કોલ્ડ ડ્રિંક કંપનીની ડીલ પણ એટલા માટે નકારી કારણ કે તે પોતે જ તેનું સેવન નથી કરતો. કારણ કે કોહલીનું માનવું છે કે, ઠંડુ પીણું એ શરીર માટે હાનિકારક છે.

સ્વીટ અને મસાલાવાળી વસ્તુઓઃ

કોહલીએ મીઠી વસ્તુઓ અને તળેલી કે મસાલાવાળી વસ્તુઓ ખાવાનું પણ બંધ કરી દીધું છે. તે પોતાનો મોટા ભાગનો સમય વર્કઆઉટ કરવા પાછળ લગાડે છે. માટે કોહલી એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે તેણે શું ખાવું જોઈએ અને શું નહિ. તે હંમેશા સાદું અને સંતુલિત ભોજન લેવાનું પસંદ કરે છે.

માંસાહારનો ત્યાગઃ

4 મહિના પહેલા જ વિરાટે માંસાહારનો ત્યાગ કર્યો છે. આ નિર્ણય તેણે માત્ર તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને લીધો છે. કારણ કે નોનવેજ ખાવાથી ખાસ્સી એવી કેલેરી મળે છે. માંસાહારનો ત્યાગ કર્યા પછી કોહલીનું કહેવું છે કે, તેની રમત અને ફિટનેસમાં ખાસ્સો એવો સુધાર આવ્યો છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN