ગાંગુલી પાસે નહોતો આ સવાલનો જવાબ, કહ્યું-PM મોદીને પૂછો

Indian News

Indian News

Author 2019-10-18 00:11:00

img

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દાદાના નામથી જાણીતા ક્રિકેટર સૌરવ ગાંગુલી હવે BCCIના નવા અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. 23 ઓક્ટોબરના રોજ તે પોતાનો કાર્યભાર સંભાળશે. BCCIના નવા અધ્યક્ષ બનતા જ ગાંગુલીએ તેના વિચારો રજૂ કરી દીધા છે. તેમણે પ્રથમ શ્રેણીના ક્રિકેટ પર વધુ ધ્યાન આપવાની વાત કહી છે. મીડિયા જોડે વાતચીત દરમ્યાન તેમણે ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ સંબંધો પર સવાલ પૂછાયો, જેનો તેમણે રસપ્રદ જવાબ આપ્યો.

મોદી-ઈમરાન ઈચ્છશે તો રમાશે IND-PAK સીરીઝઃ

સૌરવ ગાંગુલીએ ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધો પર જવાબ આપતા કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી અને પાકિસ્તાનના PM ઈમરાન જ બંને દેશો વચ્ચેની સીરીઝ અંગેનો નિર્ણય લઈ શકે છે.

ગાગુંલીએ કહ્યું, તમારે આ સવાલ પ્રધાનમંત્રી મોદીજી અને ઈમરાન ખાનને પૂછવો જોઈએ. સરકાર જ્યારે અમને પરવાનગી આપશે ત્યારે જ કાંઈ થઈ શકશે. આ સવાલનો મારી પાસે કોઈ જવાબ નથી.

જો તમને જાણ ન હોય તો, ભારત અને પાકિસ્તાન વચ્ચે 2007 પછી કોઈ સીરીઝ રમાઈ નથી. આ બંને ટીમો માત્ર ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં જ સાથે રમી છે. ગાગુંલીએ પણ ચોખ્ખું કહી દીધું છે કે, સરકાર જે કહેશે BCCI તેનું જ પાલન કરશે.

આ દિવસે થઈ શકે છે ભારત-પાક મેચઃ

ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવતા વર્ષે મેચ રમાઈ શકે છે. ICC ઓસ્ટ્રેલિયામાં થનારા T20 વર્લ્ડ કપની વોર્મ-અપ મેચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ શકે છે. એ તો પાક્કુ છે કે T20 વર્લ્ડ કપ 2020માં ભારત અને પાકિસ્તાન અલગ અલગ ગૃપમાં હોઈ શકે છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN