ગુજરાત સરકાર લાભપાંચમથી આ ભાવે મગફળીની ખરીદી કરશે

Khabarchhe

Khabarchhe

Author 2019-09-27 13:32:28

img

રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તેમને કોઈ નુકશાન ન થાય તેવા હેતુથી રાજ્ય સરકારે વર્તમાન વર્ષે લાભપાંચમથી મગફળીની રૂા.1018 પ્રતિમણના ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યની નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. ખરીદીની કામગીરી સંભાળશે. રાજ્યમાં 15.50 લાખ હેકટરમાં મગફળીનું વાવતેર થયું છે. જેના કુલ ઉત્પાદનના 25 ટકા લેખે અંદાજે 7.97 લાખ મે.ટન મગફળીની ખરીદીનું લક્ષ્યાંક છે.

રાજ્યના 29 જિલ્લાઓમાં કુલ 124 એ.પી.એમ.સી. ખરીદ કેન્દ્ર ખાતેથી ખરીદી કરવામાં આવશે. આ માટે ખેડૂતોની નોંધણી તા.1/10/2019 થી તા.31/10/2019 સુધી ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર તથા એપીએમસી ખાતે કરવામાં આવશે. આ ખરીદી તા.1/11/2019 થી કુલ 90 દિવસ સુધી કરવામાં આવશે. ખેડૂતોના વેચાણના નાણા તેમના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવશે. જેના પરિણામે લાખો ખેડૂતોને લાભ થશે તેમ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠામંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતું.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD