ગૌતમે ધોની વિશે કહી આ ગંભીર વાત

Indian News

Indian News

Author 2019-09-29 23:35:00

img

ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિને લઈને મોટું નિવેદન આપ્યું છે. ધોની વર્લ્ડ કપ પછી ટીમમાં નથી રમી રહ્યો, તે સતત પસંદગીકારો પાસે આરામની માંગણી કરી રહ્યો છે.

ધોનીની નિવૃત્તિની ખબરો પર ગંભીરે કહ્યું, મેં હંમેશા કહ્યું છે કે, નિવૃત્તિ લેવીએ સૌ કોઈ ખેલાડીની અંગત વાત છે. મને લાગે છે કે પંસદગીકારોએ ધોની જોડે વાત કરવાની જરૂર છે. અને પૂછવું જોઈએ કે, તેમની વ્યૂહરચના શું છે. કારણ કે જો તમે ભારત માટે રમો છો તો તમે સીરિઝ પોતાના હિસાબે નહીં રમી શકો.

વર્લ્ડ કપ પછી ધોની નથી રમ્યોઃ

વર્લ્ડ કપ 2019 દરમ્યાન ધોનીની ધીમી બેટિંગને લઈને પ્રશ્નો ઉઠ્યા હતા અને તેની ટીકા પણ કરવામાં આવી હતી.

વર્લ્ડ કપથી બહાર નીકળી ગયા પછી ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિરામ લીધો છે. તે જ કારણ હતું કે તે વિન્ડિઝ પ્રવાસે પણ નહોતો ગયો. તો વળી આફ્રિકા સામેની ટી-20 સીરિઝમાં પણ તે ન રમ્યો.

આ બધાની વચ્ચે ટીમ ઈન્ડિયાની મેનેજમેન્ટે કહ્યું છે કે, એવું માનીને ન ચાલવું જોઈએ કે ધોની હવે પાછો નહીં રમે. કોહલીએ આ વિશે કહેલું કે, તેમના વિશે એક મોટી વાત એ છે કે તેઓ ભારતીય ટીમ વિશે વિચારે છે. અને જે પણ અમે વિચારીએ છીએ, તેવું તેઓ પણ વિચારે છે. યુવા ખેલાડીઓને તૈયાર કરવા અને તેમને ચાન્સ આપવા માટે તેમની જે રીતની માનસિકતા હતી તે હજુ પણ એવી જ છે.

ગંભીર પંતના બચાવમાઃ

ગંભીરે કહ્યું, કોઈપણ યુવા ખેલાડી ઉપર આ રીતનું પ્રેશર આપશો તો તેને પરેશાની થશે જ. હજુ રિષભને માત્ર દોઢ વર્ષ જેવું જ થયું છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યાને. એટલામાં જ તે ટેસ્ટમાં બે સદી પણ ફટકારી ચૂક્યો છે. જો તમે એમ કહેશો કે તમને તેના શોટ સિલેક્શનને લઈને પ્રોબ્લેમ છે તો એ તેની રમત છે. તમે તેને ટીમમાં લો કે નહી, જો તેને લો છો તો પછી તેનો સાથ આપો. કારણ કે, યુવા ખેલાડીની આટલા હદ સુધીની ટીકા સારી વાત નથી.

ગંભીરે કહ્યું કે, માત્ર વિરાટ કોહલીએ જ નહીં બલ્કે કોચ શાસ્ત્રીએ પણ પંત જોડે વાત કરવી જોઈએ. ટીમ મેનેજમેન્ટનું કામ જ એ છે કે, જે ખેલાડી ફોર્મમાં નથી તે ખોટો શોટ રમી આઉટ થાય છે તો તેની જોડે વાત કરો અને તેમની રમતમાં સુધારો આવે એવા પ્રયત્નો કરો. રિષભને જરા સ્વતંત્રતા આપવાની જરૂર છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD