ચંદ્ર પર ઢળી રહ્યો છે સૂરજ, વિક્રમ લેન્ડર જોડેનો સંપર્ક...

Khabarchhe

Khabarchhe

Author 2019-09-16 15:22:16

img

ISROના વૈજ્ઞાનિક હજુ પણ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર જોડે સંપર્ક સાધવામાં લાગ્યા છે. ISROની મદદ માટે NASA પણ પોતાના ડીપ સ્પેસ નેટવર્ક(DSN)ના ત્રણ સેન્ટરથી સતત ચંદ્રયાન-2 ના ઑર્બિટર અને લેન્ડર સાથે સંપર્ક બનાવામાં લાગેલું છે. આ ત્રણ સેન્ટરો છેઃ સ્પેનનું મેડ્રિડ, અમેરિકાના કેલિફોર્નિયાનું ગોલ્ડસ્ટોન અને ઑસ્ટ્રેલિયાનું કેનબરા. આ ત્રણેય જગ્યાઓ પર લાગેલા એન્ટેના ચંદ્રયાન-2ના ઑર્બિટરથી તો સંપર્ક સાંધી શકે છે, પરંતુ વિક્રમ લેન્ડરને મોકલેલા સંદેશાનો કોઈ જવાબ આવી રહ્યા નથી.

તસવીરો ધૂંધળી આવી શકે છેઃ

મીડિયા સાથે વાત કરનાર NASAના લુનર રિકૉનસેંસ ઓર્બિટર (LRO)ના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ પેત્રોએ કહ્યું કે, ચંદ્ર પર સાંજ પડવા લાગી છે. અમારો LRO વિક્રમ લેન્ડરના ફોટા તો લેશે, પંરતુ એ વાતની ગેરંટી નથી કે ફોટા સ્પષ્ટ આવશે, તેમને અમે ISRO સાથે શેર કરીશું.

લેન્ડર સાથે સંપર્કની આશા ખૂબ ઓછીઃ

જો 20-21 સપ્ટેમ્બરના રોજ કોઈપણ રીતે ISRO અને દુનિયાભરની બીજી એજન્સીઓના વૈજ્ઞાનિકો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવામાં સફળ થયા તો ઠીક, નહીં તો માની લેવું કે ફરીથી લેન્ડરનો સંપર્ક કરવો કોઈ ચમત્કારથી ઓછો નથી. કારણ કે ચંદ્ર પર રાત શરૂ થઈ જશે, જે પૃથ્વીના 14 દિવસની બરાબર હશે. ચંદ્રના આ ભાગમાં સૂર્યના કિરણો પડશે નહીં, જ્યાં વિક્રમ લેન્ડર છે. તાપમાન ઘટીને -183 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. આ તાપમાનમાં વિક્રમ લેન્ડરના ઇલેક્ટ્રોનિક ભાગ પોતાને જીવિત રાખી શકશે એ કહેવું મુશ્કેલ છે. આથી વિક્રમ લેન્ડર સાથે સંપર્ક થશે નહીં.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN