ચીનના રાષ્ટ્રપતિએ જોઈ આમીરની દંગલ, કહી આ વાત

Khabarchhe

Khabarchhe

Author 2019-10-16 14:19:06

img

પ્રધાનમંત્રી મોદીએ હરિયાણાના ચરખી-દાદરીમાં રેલને સંબોધિત કરી. તે દરમ્યાન તેમણે હરિયાણાની દીકરીઓની ઘણી પ્રશંસા કરી. એમાં જ તેમણે બોલિવુડની ફિલ્મ દંગલનો પણ ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, હાલમાં ભારતની મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમને કહ્યું કે તેમણે દંગલ ફિલ્મ જોઈ અને કહ્યું કે તમારી દીકરીઓ ઘણી હિંમતવાળી છે.

2016માં રીલિઝ થયેલી આમીર ખાન, સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ, ઝાયિરા વસીમ અને સાક્ષી તંવર સ્ટારર ફિલ્મ દંગલ કુશ્તીબાજ ગીતા ફોગાટ અને તેમની સિદ્ધિઓ પર આધારિત છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે, કઈ રીતે કુશ્તીબાજ મહાવીર ફોગાટ તેમની બંને દીકરીઓને તાલીમ આપી દેશ માટે મેડલ જીતી દેશનું નામ રોશન કરાવે છે. આ ફિલ્મે દેશ-વિદેશમાં જોરદાર કમાણી કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આપણાં ગામો દેશમાં થઈ રહેલા સામાજિક પરિવર્તનને ગતિ આપી રહ્યા છે. આપણાં ગામો જ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને સાથે લઈને સમાજને નવી દિશા તરફ વાળી રહ્યા છે. દેશના ગામોએ જ ખુલ્લામાં શૌચથી મુક્તિના સંકલ્પને સાકાર કરી બતાવ્યો. ખુલ્લામાં શૌચને લઈને બોલિવુડમાં એક ફિલ્મ પણ બની હતી. ટોયલેટ એક પ્રેમ કથા ફિલ્મમાં અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર લીડ રોલમાં હતા.

દંગલે બોક્સઓફિસ અને ચીનમાં પણ જબરદસ્ત કમાણી કરી હતી. 70 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 538 કરોડની કમાણી કરી હતી અને ચીની બોક્સ ઓફિસ પર તેનાથી પણ વધારે કમાણી કરી હતી.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD