જાડેજાએ શાનદાર શોટ ફટકારતા દડો ગુમ
વિશાખાપટ્ટનમ ભારત અને દ.આફ્રિકા વચ્ચે અહી રમાયેલા પ્રથમ ટેસ્ટ મેચમાં ગઈકાલે ભારતના દાવ દરમ્યાન એક અજબ સ્થિતિ બની હતી જેના કારણે હાસ્ય ફેલાઈ ગયુ હતું. રવિન્દ્ર જાડેજાએ કેશવ મહારાજના એક દડાને ફટકારવા કોશીશ કરી પણ દડાએ ટર્ન લીધો અને સીધો તે વિકેટકીપરને ચૂકવીને બાઉન્ડ્રી પાસે પહોંચી ગયો. દડો બાઉન્ડ્રી પરના જાહેરાતના હોર્ડીંગ વચ્ચે ફસાઈ ગયો અને ફિલ્ડરે તે ગોતવા પ્રયત્ન કર્યો. થોડી મીનીટ પછી ગ્રાઉન્ડ સ્ટાફ પણ જોડાયો હતો અને અંતે બે હોર્ડીંગ વચ્ચેથી દડો શોધી કઢાયો.