ટી-20: બાંગ્લાદેશને ચોથો ઝટકો, સૌમ્ય સરકાર 30 રન બનાવી આઉટ
આ અગાઉ બાંગ્લાદેશના લિટન દાસ અને મોહમ્મદ નઇમની ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્ને સાથે મલીને પ્રથમ વિકેટ માટે 60 રન બનાવ્યા હતા. લિટન દાસને બે વખત જીવનદાન મળ્યું હતું પરંતુ આઠમી ઓવરમાં પંતે તેને રનઆઉટ કરી પેવેલિયન ભેગો કર્યો હતો. લિટન દાસ 29 રન બનાવી આઉટ થયો હતો.
બાદમાં સુંદરે મોહમ્મદ નઇમને આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. મોહમ્મદ નઇમ 36 રન બનાવી આઉટ થયો. મુશ્ફિકુર રહીમ યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો.