ટેસ્ટ ક્રિકેટમાં ટોસ બંધ કરવામાં આવેઃ ડુ પ્લેસિસ

Indian News

Indian News

Author 2019-10-27 21:06:00

img

જોહનિસબર્ગઃ ભારત વિરુદ્ધ સિરીઝમાં સતત ત્રણ ટોસ હાર્યા બાદ આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ એટલો પરેશાન થઈ ગયો કે તેણે સૂચન આપ્યું કે, પાંચ દિવસના ફોર્મેટમાં ટોસ સમાપ્ત કરી દેવો જોઈએ.

ભારતે ટેસ્ટ સિરીઝમાં આફ્રિકાને 3-0થી પરાજય આપ્યો હતો. ડુ પ્લેસિસે સ્વીકાર કર્યો કે, તેની ટીમમાં માનસિક દ્રઢતાની ઉણપ હતી. તેણે કહ્યું કે, ત્રણેય મેચમાં ટોસ હારવાથી મુશ્કેલ દેખાનારૂ કામ અશક્ય થઈ ગયું હતું.

તેણે કહ્યું, 'દરેક ટેસ્ટમાં તેણે પ્રથમ બેટિંગ કરી અને 500 રન બનાવ્યા. અંધારૂ થવાના સમયે તેણે ઈનિંગ ડિકલેર કરી અને ત્રણ વિકેટ ઝડપી લીધી. તેવામાં ત્રીજા દિવસે તમારા પર દબાવ રહે છે.

દરેક ટેસ્ટમાં જાણો 'કોપી અને પેસ્ટ' થઈ ગયું હતું. તેણે કહ્યું કે, ટોસ સમાપ્ત કરી દેવાથી બંન્ને ટીમોને વિદેશી ધરતી પર સારી રીતે રમવાની તક મળશે.'

તેણે કહ્યું, 'અમે રે રીતે અંતિમ ટેસ્ટ રમી, તેનાથી તે સ્પષ્ટ હતું. અમે શરૂઆત સારી કરી પરંતુ સિરીઝમાં લાંબા સમય સુધી દબાવમાં રહ્યા બાદ અમે આટલું ખરાબ રમવા લાગ્યા હતા.'

AUSvsSL: કસુન રંજીથાએ ફેંક્યો ટી20 આંતરરાષ્ટ્રીયનો સૌથી મોંઘો સ્પેલ

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN