ટેસ્ટ મેચમાં ઓપનર તરીકે રોહિત શર્માએ સદી ફટકારી

Indian News

Indian News

Author 2019-10-02 23:19:00

img

ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્‌સમેન રોહિત શર્માએ ટેસ્ટમાં ઓપનિંગ બેટ્‌સમેન તરીકે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં જારદાર દેખાવ કરીને સદી ફટકારી છે. આફ્રિકાની સામે ટેસ્ટ શ્રેણીના પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે સદી ફટકારી હતી. ટેસ્ટ કેરિયરમાં તેની ઓપનિંગ બેટ્‌સમેન તરીકે આ પ્રથમ સદી છે. રોહિત શર્માએ આની સાથે ભારતીય ઓપનરોની એવી યાદીમાં સ્થાન મેળવી લીધું છે જે ઓપનિંગ તરીકે પોતાની પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સમાં સદી ફટકારી ચુક્યા છે. રોહિત શર્મા આવો ચોથો બેટ્‌સમેન બની ગયો છે. આ પહેલા ટેસ્ટ કેરિયરમાં ઓપનિંગ બેટ્‌સમેન તરીકે પ્રથમ ટેસ્ટમાં જ શિખર ધવન, લોકેશ રાહુલ, પૃથ્વી શોએ સદી ફટકારી છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં ચોગ્ગા સાથે પોતાની ઇનિંગ્સની શરૂઆત કરનાર રોહિત શર્માએ ચોગ્ગા સાથે જ ૮૪ બોલમાં અડધી સદી કરી હતી.

ત્યાબાદ ૧૫૪ બોલમાં ૧૦ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે સદી ફટકારી હતી. મર્યાદિત ઓવરની ફોર્મેટમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેન ગણાતા રોહિત શર્માએ ટેસ્ટ કેરિયરમાં ચોથી સદી ફટકારી હતી. રોહિત ટેસ્ટમાં આશરે બે વર્ષ બાદ સદી ફટકારી છે. આ પહેલા નવેમ્બર ૨૦૧૭માં શ્રીલંકાની સામે નાગપુરમાં ૧૦૨ રન કર્યા હતા જ્યારે પૃથ્વી શોએ રાજકોટમાં ટેસ્ટ ઓપનિંગ બેટ્‌સમેન તરીકે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારી હતી.

ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ૧૩૩ રનની ઇનિંગ્સ રમી હતી. લોકેશ રાહુલે ઓસ્ટ્રેલિયા સામે જાન્યુઆરી ૨૦૧૫માં તેની જમીન પર સિડનીમાં ૧૧૦ રનની ઇનિંગ્સ રમી હતી. શિખર ધવને મોહાલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે માર્ચ ૨૦૧૩માં ૧૮૭ રનની ઇનિંગ્સ રમી હતી.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN