ટેસ્ટ, વન-ડે, ટી20માં જુદા જુદા કેપ્ટનની જરૂર નથી: ગાંગુલી

Indian News

Indian News

Author 2019-11-05 15:03:38

img

નવી દિલ્હી તા.5
બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ટેસ્ટ અને વન-ડે માટે જુદા જુદા કેપ્ટનની જરૂરિયાત નકારી કાઢી છે. એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે બે જુદા કપ્તાન મારા અગ્રતાક્રમોની યાદીમાં નથી. અત્યારે એની ચર્ચા કરવાની પણ જરૂર નથી.
વિરાટ કોહલીના વન-ડે અને ટી20માં વિજયની ટકાવારી રોહિત શર્મા કરતા ઓછી છે.
કોહલીએ 104 મેચોમાં કપ્તાની કરી એમાંથી 47.16% વિજય મેળવ્યો છે. જયારે શર્માની કપ્તાનીમાં રમાયેલી 104 મેચોમાં વિજયની ટકાવારી 58.65% છે.
ભારત 2 ફેબ્રુઆરી સુધીમાં બાંગ્લાદેશ, વેસ્ટઈન્ડીઝ, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે 13 ટી20 મેચ રમશે. વર્લ્ડ ટી20 ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં 18 ઓકટોબરથી શરૂ થશે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN