ડેનાઈટ ટેસ્ટમાં મહેન્દ્રસિંઘ ધોની 'ડોન' કોમેન્ટરી બનશે
કોલકતા:
આગામી તા.222ના રોજ યોજાનાર દેશના પ્રથમ ડેનાઈટ ટેસ્ટમેચને યાદગાર બનાવવાની પણ તૈયારી છે અને તેમાં ટીમ ઈન્ડીયાના 'આઈકોન' જેવા ખેલાડી મહેન્દ્રસિંઘ ધોની જે લાંબા સમય પુર્વે ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટમાંથી નિવૃત થયા છે તે કોમેન્ટ્રી બોકસમાં ડોન- કોમેન્ટેટર તરીકે નજરે પડશે.
ભારતીય ક્રિકેટ બોર્ડના ચેરમેન સૌરવ ગાંગુલીએ ઈડન ગાર્ડનમાં યોજાનારા આ ડેનાઈટ ટેસ્યમેચને તમામ રીતે યાદગાર બનાવવા માટે તૈયારી શરૂ કરી છે. પીન્ક બોલથી રમાનારા આ મેચમાં ટીમ ઈન્ડીયાના અત્યાર સુધી કેપ્ટનની જવાબદારી બજાવી ચૂકેલા તમામને આમંત્રીત કરવામાં આવ્યા છે. તા.22ના રોજ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત હશે.
ખાસ કરીને 2001માં ઈડન ગાર્ડન ખાતે જ ટીમ ઈન્ડીયાએ ઓસ્ટ્રેલિયા સામે જે ટેસ્ટ વિજય મેળવ્યો હતો તે રી-લાઈવ થશે. મેચના અનેક મહત્વના અંશો દેખાડાશે જેમાં વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી, હરભજનસિંઘ, અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડની ભૂમિકા મહત્વની રહી હતી. ઉપરાંત સ્ટાર ટીવી આ મેચમાં પ્રથમ વકત પીન્ક બોલથી ટીમ ઈન્ડીયાને પ્રેકટીસ કરતી પણ દર્શાવાશે. આ ટેસ્ટમેચની ટિકીટ મામુલી રાખવામાં આવી છે. જેથી ઈડન ગાર્ડન જે દેશનું સૌથી મોટુ સ્ટેડીયમ ગણાય છે તે તમામ પાંચ દિવસ પેક રહેશે.