ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો ધોની, સિલેક્ટર સાથે પણ કરી વાત

Indian News

Indian News

Author 2019-10-22 14:31:00

img

રાંચીમાં પણ ભારતીય ખેલાડીઓએ ધમાકેદાર પ્રદર્શન કરતા ત્રીજી ટેસ્ટને ચોથા દિવસે જ સાઉથ આફ્રિકા સામે જીતીને સીરિઝ પર 3-0થી કબજો કરી લીધો હતો. જો કે આ મેચમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો મહેન્દ્ર સિંહ ધોની. ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચૂકેલો અને વન-ડે અને T20 ટીમમાંથી બહાર ધોની રાંચીમાં સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો.

સ્ટેડિયમમાં તે સિલેક્ટર સાથે જોવા મળ્યો હતો અને આ સિવાય તે ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં પણ જોવા મળ્યો હતો, જ્યાં તે બોલર નદીમ સાથે જોવા મળ્યો હતો અને નદીમને તેણે ટિપ્સ આપી હતી.

દિવાળી પહેલા ટીમ ઈન્ડિયાનો ધમાકો, દક્ષિણ આફ્રીકાનો 3-0થી કર્યો સફાયો

ભારતમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. દિવાળી પહેલાં ટીમ ઇન્ડીયાએ દેશને સૌથી મોટી ભેટ આપી છે. ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલી એન્ડ કંપનીએ સાઉથ આફ્રીકાના 3-0થી સૂપડા સાફ કરી દીધા છે. મંગળવારે રાંચી ટેસ્ટના ચોથા દિવસે ભારતે સાઉથ આફ્રીકાને ઇનિંગ અને 202 રનથી પરાજય આપી દીધો છે. ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ ભારતને ફ્રીડમ ટ્રોફી સોંપવામાં આવી.

ભારતીય ટીમે ટેસ્ટ સીરીઝમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ 203 રનથી જીતી લીધી હતી. ત્યારબાદ પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટ ઇનિંગ તથા 137 રનથી પોતાના નામે કરી લીધી હતી. ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતે સાઉથ આફ્રીકાને ઇનિંગ અને 202 રનથી પરાજય આપી દીધો છે. આમ, તેણે સીરીઝમાં ક્લીન સ્વીપ કરી લીધી છે.

ભારતે દક્ષિણ આફ્રીકા સાથે અત્યાર સુધી 13માંથી ત્રણ ટેસ્ટ સીરીઝ જીતી છે. હવે દક્ષિણ આફ્રીકાને ક્લીન સ્વીપ કરીને ચોથી સીરીઝ પોતાના નામે કરી છે. દક્ષિણ આફ્રીકાએ ભારતને સાત વખત ટેસ્ટ સીરીઝમાં હરાવ્યું છે. બાકી ત્રણ સીરીઝ ડ્રો થઇ હતી.

ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે અત્યાર સુધીમાં 38 ટેસ્ટ મેચ રમાઇ છે. તેમાંથી 15 મેચ દક્ષિણ આફ્રીકા જીત્યું છે. ભારતીય ટીમે 13 મેચ જીતી છે. રાંચી ટેસ્ટ જીતીને તેણે પોતાની આ સંખ્યાને 14 સુધી પહોંચાડી દીધી છે. બંને દેશોમાં વચ્ચે 10 ટેસ્ટ ડ્રો રહી છે.

ત્રીજી ટેસ્ટ જીતવાની સાથે જ ભારતીય ટીમે 2019માં સૌથી વધુ ટેસ્ટ જીતવાની તક ઝડપી લીધી છે. હાલમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેંડ 4-4 મેચ જીતીને બરાબરી પર છે. ભારતે રાંચી ટેસ્ટ જીતીને આ વર્ષની પાંચમી જીત તેણે હાંસલ કરી છે. ભારતે આ વર્ષે કુલ છ ટેસ્ટ મેચ રમી છે. દક્ષિણ આફ્રીકાથી પહેલાં ભારતે વેસ્ટઇન્ડીઝને સતત બે ટેસ્ટ મેચોમાં હરાવ્યું હતું. તેની વર્ષની પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સાથે હતી, જે ડ્રો થઇ હતી.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD