તો પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમેચનું બહુમાન રાજકોટને મળ્યુ હોત

Indian News

Indian News

Author 2019-11-02 20:06:51

img

રાજકોટ તા.2
આગામી તા.22થી કોલકતામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે ડેનાઈટ ટેસ્ટમેચ રમાવાનો છે તે વાસ્તવમાં ક્રિકેટ બોર્ડના ચેરમેન સૌરવ ગાંગુલીએ શકય બનાવ્યુ છે. વાસ્તવમાં 2018માં વેસ્ટઈન્ડીઝની ક્રિકેટ ટીમ ભારતમાં વનડે શ્રેણી રમવા આવી તે સમયે રાજકોટમાં જે ટેસ્ટમેચ રમાયો હતો તે ડેનાઈટ ટેસ્ટમેચ રમાડવા ક્રિકેટ બોર્ડની દરખાસ્ત હતી પરંતુ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ડેનાઈટ ટેસ્ટ માટે જરૂરી પિંક બોલ એટલે કે ગુલાબી દડા સામે રમવા ટીમને કોઈ અનુભવ નહી હોવાથી ડેનાઈટ ટેસ્ટ મેચ રમવાનો ઈન્કાર કર્યો અને રાજકોટ એક ઐતિહાસિક પળની સાક્ષી બનતા ચુકી ગયુ. જો કે સૌરવ ગાંગુલીએ ક્રિકેટ બોર્ડનું અધ્યક્ષપદ સંભાળતા જ તેણે ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ડેનાઈટ ટેસ્ટમેચ રમવા માટે સંમત કરી લીધા હતા અને કલકતામાં જે ટેસ્ટમેચ રમાવાનો છે તેને ડેનાઈટ બનાવી દીધો છે.

આમ ઈડનગાર્ડનમાં ભારતનો પહેલો ડેનાઈટ ટેસ્ટ રમાશે જે બહુમાન રાજકોટને મળ્યુ હોત.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD