ધોનીથી આગળ નીકળ્યો રોહિત શર્મા

Indian News

Indian News

Author 2019-11-04 14:09:00

img

નવી દિલ્હી: ઈન્ડિયન ક્રિકેટ ટીમના અનેક પ્લેયરોના નામે અનેક રેકોર્ડસ નોંધાયેલા છે. એવામાં ગઈકાલે કોઈ નવો રેકોર્ડ નહીં, પણ સૌથી વધારે ટી20 મેચ રમવાની જે સ્પર્ધા છે એમાં રોહિત શર્માએ મહેન્દ્રસિંહ ધોનીને પાછળ મુકી દીધો હતો. ઈન્ટરનેશનલ લેવલ પર ગઈકાલે રોહિતે પોતાની 99મી ટી20 મેચ રમ્યો હતો. જે ભારતીય પુરુષ ક્રિકેટરોમાં સૌથી વધારે છે. મહેન્દ્રસિંહ ધોની અત્યાર સુધી 98 ટી20 મેચ રમી ચૂકયો છે અને આ યાદીમાં તે હવે બીજા ક્રમાંકે પહોંચી ગયો છે. ધોની અને રોહિતે 2007માં સાથે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ભારતના પ્લેયરો સહિત સમગ્ર ટી20 મેચની વાત કરીએ તો પાકિસ્તાન ક્રિકેટ ટીમના શાહીદ આફ્રિદીએ પણ 99 ટી20 મેચ રમી છે, જયારે શોએબ મલીક 111 ટી20 મેચ રમવાનો અનુભવ ધરાવે છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD