ધોનીના ભવિષ્ય અંગે જાણો સૌરવ ગાંગુલીએ શું કહ્યું

Indian News

Indian News

Author 2019-10-17 17:11:00

img

BCCIના ભાવિ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે ધોનીના ભવિષ્યને લઈને રાષ્ટ્રીય ચયન સમિતિની યોજનાઓમે જાણવા માંગે છે અને તેના પછી આ મુદ્દે પોતાનો પક્ષ મૂકશે.

ભારતનો વિશ્વ કપમાં પરાજય થયા પછીથી ધોની આરામમાં છે. તેની બાંગ્લાદેશ વિરુદ્ધની 3 મેચોની T-20 શ્રેણીમાં જગ્યા બનાવવાની આશા નથી. જેની પસંદગી 24 ઓક્ટોબરે કરવામાં આવશે.

ધોનીએ નિવૃત્તિની જાહેરાત નથી કરી. પણ પસંદગીકારો વારે વારે તેમના હેતુઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે, આવતા વર્ષે થનારા T20 વિશ્વ કપને ધ્યાનમાં રાખીને તેઓ આગળ વધવા માંગે છે.

આ બાબતે ગાંગુલીએ કહ્યું, 24 ઓક્ટોબરે પસંદગીકારોની બેઠક દરમ્યાન હું તેમનો પક્ષ જાણીશ.

અમને ખબર પડશે કે પસંદગીકારો શું વિચારી રહ્યા છે. અને તચ્યાર પછી હું મારો પક્ષ રાખીશ.

અમારે જાણવું પડશે કે ધોની શું ઈચ્છે છેઃ

ગાંગુલીએ તેની સાથે કહ્યું કે, બું ધોની સાથે વાત કરવાનું પણ પસંદ કરીશ. અને જાણીશ કે તેની શું ઈચ્છા છે. અમારે જોવું પડશે કે, ધોનીની શું ઈચ્છા છે. હું તેની સાથે પણ વાત કરીશ કે તેણે શું કરવું છે અને શું નહિ.

સૌરવ ગાંગુલીએ કહ્યું, હમણા મારી કોઈ ભૂમિકા નથી. તેને કારણે ધોનીના ભવિષ્યના સંદર્ભમાં હું સ્પષ્ટ નથી. હમણાં હું એ જાણવાની કોશિશ કરીશ અને પછી કોઈ નિર્ણય લઈશ કે શું કરવું છે.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી 23 ઓક્ટોબરે BCCIના નવા અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે. ત્યાર પછી જ તેઓ પસંદગીકારો અને કેપ્ટન જોડે વાત કરશે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD