ધોની યુગનો અંત નજીક?

Indian News

Indian News

Author 2019-10-25 13:10:00

img

ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે ગઈ કાલે અહીં કરેલા વિધાનો પરથી સંકેત મળી જાય છે કે મહેન્દ્રસિંહ ધોનીના યુગનો અંત હવે બહુ નજીક છે. આ વિશેની ચર્ચા ફરી એકવાર સક્રિય થઈ છે.
ટેસ્ટમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા ધોનીને બંગલાદેશ સામે આગામી 3 નવેમ્બરે ઘરઆંગણે શરૂ થનારી ટી-ટ્વેન્ટી સિરીઝમાં તો નથી જ લેવામાં આવ્યો, મુખ્ય પસંદગીકાર પ્રસાદે એક મુલાકાતમાં ધોનીને પડતો મૂક્યો હોવાનો ઉલ્લેખ નહોતો કર્યો, પણ એવું જરૂર કહ્યું હતું કે હું અગાઉ કહી ગયો હતો અને ફરી કહું છું કે આ વર્ષના વર્લ્ડ કપ પછીનો અમારો અભિગમ આગળની દિશામાં નજર કરવાનો છે. અમે રિષભ પંત પર વધુ એકાગ્રતા રાખી રહ્યા છીએ. અમે યુવાન ખેલાડીઓને વધુ તક આપી રહ્યા છીએ અને તેઓ ટીમમાં પોતાનું સ્થાન જમાવે એવું અમે ઇચ્છીએ છીએ.

પ્રસાદે વધુમાં કહ્યું હતું કે યુવાનોને પીઠબળ પૂરું પાડવાની બાબતમાં અમારી નીતિને ખુદ ધોનીનો સપોર્ટ છે. ગઈ કાલે સિલેક્ટરોએ પંત ઉપરાંત વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનને પણ બંગલાદેશ સામેની ટીમમાં સમાવ્યો હોવાથી ધોની વિશે હવે તેના ચાહકોએ વધુ અપેક્ષા રાખવી નહીં એવા સ્પષ્ટ સંકેતો મળે છે. ધોનીને તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની ટી-ટ્વેન્ટી શ્રેણી માટેની ટીમમાં પણ નહોતો સમાવાયો.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN