નવા ટ્રાફિકના નિયમોને લઇ ગુજરાત હાઈકોર્ટમાં થઈ અરજી

Khabarchhe

Khabarchhe

Author 2019-09-25 02:39:10

img

રાજ્ય સરકાર દ્વારા 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં નવા ટ્રાફિકના નિયમની અમલવારી કરવામાં આવી છે. આ નવા નિયમોમાં દંડની રકમ વધારે હોવાના કારણે રાજ્યમાં ઘણી જગ્યાઓ પર તેનો વિરોધ જોવા મળ્યો હતો.

16 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગરના વેપારીઓએ આ નવા નિયમનો વિરોધ નોંધાવ્યો હતો. નવા નિયમના વિરોધમાં સુરેન્દ્રનગરના વેપારીઓ અને દુકાનદારોએ લખતર બજારને બંધ રાખ્યું હતું અને વેપારીઓએ ધરણા કર્યા હતા ત્યારબાદ રાજકોટના જંકશન બજારના વેપારી એસોસિએશન દ્વારા આ નવા નિયમના વિરોધમાં જંકશન બજાર એક દિવસ માટે બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું. વેપારીઓના વિરોધ પછી અમદાવાદમાં રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા કલેક્ટર કચેરીની બહાર એક દિવસના પ્રતિક ઉપવાસ અને ધરણા કરીને વિરોધ નોંધાવ્યો હતો.

આ વિરોધ પછી નવા ટ્રાફિકના નિયમને લઇને ગુજરાત હાઈકોર્ટમાં એક PIL દાખલ કરવામાં આવી છે. આ PILમાં એક પ્રકારની દાદા માંગવામાં આવી છે કે, મોટર વ્હીકલ એક્ટમાં કરવામાં આવેલા નવા સુધારા વધારાને ફેર બદલ કરવા અને પ્રજાને વ્યાજબી હોય તેવા સુધારાઓ કરવાનો આદેશ કરવામાં આવે.

આ સાથે જ આ કેસના અંતિમ નિર્ણય સુધી નવા નિયમોને અમલમાં મુકવાના નિર્ણય પર પ્રતિબંધ ફરમાવવામાં આવે, કારણ કે, મંદી અને મોંઘવારીના કારણે જનતા ત્રસ્ત છે અને હવે જનતા પર આકરા દંડ જીકવામાં આવ્યા છે, તે ગેરવ્યાજબી છે. આ સાથે અન્ય કેટલાક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાફિકના નિયમોની નવી નીતિ જાહેર જનતાના હિતમાં નથી કારણ કે, આ નીતિના કારણે રાજ્યના લાખો નાગરીકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN